શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (14:29 IST)

#JetAirwayss: કેબિન ક્રૂ મેંબરની ભૂલ, જયપુર-મુંબઈ ફ્લાઈટમાં 30 મુસાફરોએ નાક-કાનમાંથી લોહી નીકળવા માંડ્યુ

મુંબઈથી જયપુર જઈ રહેલ જેટ એયરવેઝની ફ્લાઈટમાં આજે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ. ફ્લાઈટમાં લગભગ 166 મુસાફરો સવાર હતા. ક્રૂ મેંબર્સની એક ભૂલને કારણે ફ્લાઈટને મુંબઈ પરત લેંડ કરવી પડી.  બીજી બાજુ આ મામલે ડીજીસીએ એ જણાવ્યુ કે એયરક્રાફ્ટ એક્સિડેટ ઈંવેસ્ટિગેશાન બ્યુરો (AAIB)એ તપાસ શરૂ કરી દીધી છે. જેટ એયરવેઝે સમગ્ર મામલે નિવેદન રજુ કરી ખેદ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ક્રૂ મેંબર કેબિનના પ્રેશર સ્વિચ મેંટેન કરવા ભૂલી ગયા.  જેને કારણે મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નીકળવા માંડ્યુ અને અનેકના માથામાં દુખાવો થવા માંડ્યો. બધા મુસાફરોની સારવાર મુંબઈના એયરપોર્ટ પર ચાલી રહી છે. 
આ દુર્ઘટનામાં લગભગ 30 મુસાફરોની હાલત ખરાબ થઈ. બીજી બાજુ મુસાફરોએ બીજી ફ્લાઈટથી જયપુર રવાના કરવામાં આવ્યા. એવુ કહેવાય રહ્યુ છે કે જે દરમિયાન ફ્લાઈટ પરત ફરી રહી હતી ત્યારે વિમાન લગભગ 14000 ફીટની ઊંચાઈ પર હતુ. આ મુસાફરોના જીવ સાથે ખૂબ મોટુ રિસ્ક હતુ. 
 
જેટ એયરવેઝની B737ની 9W 697 ફ્લાઈટે મુંબઈથી જયપુર માટ ઉડાન ભરી જ હતી કે મુસાફરોના માથામાં દુખાવો અને લોહી નીકળવા જેવી ફરિયાદ થવા માંડી.  જ્યારે ચેક કરવામાં આવ્યુ તો જોયુ કે કેબિન ક્રૂ એ સ્વિચ ઑન કરવા ભૂલી ગયા, જેનાથી વિમાનમાં ઓક્સીજનનુ લેવલ મેંટેન હોય છે. તેનાથી આ દુર્ઘટના થઈ. અ દુર્ઘટના પછી જેટ એયરવેઝે ક્રૂ-મેબર્સને રોસ્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે.