શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (09:42 IST)

RSS પ્રમુખ ભાગવતનુ ચોંકાવનારુ નિવેદન, બોલ્યા "આઝાદીમાં કોંગ્રેસનુ મોટુ યોગદાન"

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં સંઘના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના વખાણ કરી સૌને ચોંકાવી દીધા. ભવિષ્યનુ ભારતના નામથી આરએસએસના ક્રાર્યક્રમનો આજે બીજો દિવસ છે. આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રોની જાણીતી હસ્તિયો સામેલ થઈ રહી છે. પહેલા દિવસે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે તેઓ તિરંગાનુ સમ્માન કરે છે. પણ તેમના ગુરૂ ભગવા ધ્વજ છે. ભાગવતે કહ્યુ કે આરએસએસનો ઈરાદો દેશમાં દબદબો કાયમ રાખવાનો નથી. 
 
ત્રિંરંગાનું સમ્માન પણ ભગવા અમારો ગુરૂ 
 
ભાગવતે કહ્યુ સંઘ હંમેશા તિરંગાનુ સમ્માન કરે છે, સ્વતંત્રતા સંગામ સાથે જોડાયેલ દરેક નિશાનીઓથી દરેક સ્વયંસેવક દિલથી જોડાયેલ છે પણ ભગવા ધ્વજને અમે અમારો ગુરૂ માનીએ છીએ. દર વર્ષે આ જ ધ્વજ સામે અમે ગુરૂ દક્ષિણા કાર્યક્રમનુ આયોજન કરીએ છીએ.  તેમણે એ પણ કહ્યુ એક અમે આ દેશમાં સંઘનો દબદબો રહે એવી ઈચ્છા નથી રાખતા. 
 
કોંગ્રેસના વખાણ કરી સૌને ચોકાવ્યા 
 
મોહન ભાગવતે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસે સ્વતંત્રતા આંદોલનમાં મોટી ભુમિકા નિભાવી હતી અને ભારતને અનેક મહાપુરુષ આપ્યા હતા. સંઘ પ્રમુખે ત્રણ દિવસીય કાર્યક્રમના બીજા દિવસે ભાષણ આપ્યું હતું. આરએસએસનો દિલ્હીમાં ત્રણ દિવસીય કાર્યક્રમ ‘ભવિષ્યનું ભારત: RSS દ્રષ્ટિકોણ’ચાલી રહ્યો છે. સંઘના આ કાર્યક્રમમાં બોલીવુડની ઘણી હસ્તીઓ સહિત અલગ-અલગ ક્ષેત્રોની હસ્તીઓ હાજર રહી હતી.
 
મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘનો કાર્યકર્તા પ્રચાર વગર પણ કોઈના કોઈ કામમાં લાગ્યો રહે છે. આરએસએસના લોકો લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છે આમ છતા કેટલાક લોકો સંઘને નિશાન બનાવે છે. મોહન ભાગવતે કહ્યું હતું કે કોંગ્રેસે આઝાદીના આંદોલનમાં મોટી ભુમિકા નિભાવી હતી અને ભારતને ઘણા મહાન લોકો આપ્યા છે. સંઘ પ્રમુખે હેડગેવરને યાદ કરતા કહ્યું હતું કે તે કોંગ્રેસના સભ્ય હતા અને વિદર્ભ ક્ષેત્રના મોટા નેતા હતા. તેમણે અસહયોગ આંદોલનમાં પણ ભાગ લીધો હતો.