શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 16 એપ્રિલ 2018 (10:13 IST)

ભાગવત બોલ્યા - વિદેશી તાકતોએ તોડ્યુ હતુ રામ મંદિર, જ્યા હતુ ત્યા ફરી બનશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે એકવાર ફરી રામ મંદિર નિર્માણને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. મોહન ભાગવતે કહ્યુ કે જો અયોધ્યામાં રામ મંદિર ફરીથી નહી બનાવવામાં આવ્યુ તો આપણી સંસ્કૃતિની જડે કપાય જશે. ભાગવતે પાલઘર જીલ્લાના દહાનૂમાં વિરાટ હિન્દુ સંમેલનને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી. 
 
આરએસએસ પ્રમુખે કહ્યુ, "ભારતમાં મુસ્લિમ સમુદાહે રામ મંદિર નહોતુ તોડ્યુ, ભારતીય નાગરિક આવી હરકત નથી કરી શકતા. ભારતીયોનુ મનોબળ તોડવા માટે વિદેશી તાકતોએ મંદિરને તોડ્યુ.
 
તેમણે કહ્યુ, "પણ આજે આપણે આઝાદ છીએ આપણે તેને ફરીથી બનાવવાનો અધિકાર છે જેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.  કારણ કે તે ફક્ત મંદિર નહોતુ આપણી ઓળખનુ પ્રતિક હતુ."