શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 16 એપ્રિલ 2018 (10:03 IST)

કઠુઆ ગૈગરેપ કેસ - આજથી સુનાવણી, પીડિતાની વકીલે બતાવી રેપ-હત્યાની આશંકા

દેશભરના લોકોને હચમચાવી દેનારા કઠુઆ ગૈગરેપ અને મર્ડર કેસમાં આજે સીજેએમ કોર્ટમાં પ્રથમ સુનાવણી થશે આ દરમિયાન પીડિતાની વકીલ દીપિકા સિંહ રાજાવતે પોતાની સથે રેપ કે હત્યા કરાવવાની આશંકા બતાવી છે. તેમણે જમ્મુ-કાશ્મીરથી બહાર કેસ ટ્રાંસફર કરવાની માંગ કરી છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની આશા છે.  
 
રાજ્યમાંથી બહાર કેસ ટ્રાંસફર કરવાની માંગને લઈને પીડિત પરિવાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. આ દરમિયાન આરોપીઓને મળી રહેલ સમર્થનથી પીડિત પરિવાર ગભરાય ગયો છે.  બાર કાઉંસિલ ઓફ ઈંડિયાએ કહ્યુ છે કે તપાસમાં દોષી સાબિત થવા પર વકીલોના લાઈસેંસ રદ્દ થશે. આ કાઉંસિલે તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવી છે. સાથે જ વકીલોએ પોતાની હડતાલ ખતમ કરવાનુ કેહ્વામાં આવ્યુ છે.  
 
8 આરોપી છે
 
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યાના મામલે આજથી કોર્ટમાં સુનવણી શરૂ થશે. આ સુનવણી 8 આરોપીઓની વિરુદ્ધમાં કરવામાં આવશે. જેમના પર બાળકીને જાન્યુઆરી મહિનામાં એક સપ્તાહ સુધી એક મંદિરમાં બંધક બનાવીને તેની ગેંગરેપ તથા હત્યા કરવાનો આરોપ છે.
 
આરોપીઓમાં એક સગીર પણ સામેલ છે, જેની સામે અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, કઠુઆના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એક ચાર્જશીટ સુનવણી માટે સત્ર અદાલત મોકલશે. જેમાં સાત આરોપીના નામ છે. જ્યારે સગીર આરોપીની વિરુદ્ધ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સુનવણી કરશે. જમ્મુ-કાશ્મીર સરકારે આ સંવેદનશીલ મામલે સુનવણી માટે બે વિશેષ વકીલોની પણ નિયુક્તિ કરી છે. તે બંને શીખ છે.
 
આ છે આરોપ 
 
એવુ કહેવાય રહ્યુ છે કે ચાર્જશીટમાં બકરવાલ સમુદાયની બાળકીનું કિડનૈપ, બળાત્કાર અને હત્યાનું સુનિયોજિત ષડયંત્રનો હિસ્સો બતાવવામાં આવ્યો છે, જેથી આ અલ્પસંખ્યક સમુદાયને તે વિસ્તારમાંથી હટાવવામાં આવે. 
 
કઠુઆના એક નાનકડા ગામના એક મંદિરની દેખરેખ કરનારા શખ્સે આ સમગ્ર ષડયંત્રને ઘડ્યું હતું. જેનું નામ સાંજી રામ છે. સાંજી રામ પર વિશેષ પોલીસ અધિકારી દીપક ખજુરિયા અને સુરેન્દ્ર વર્માની સાથે મળીને દર્દનાક ઘટનાને અંજામ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસના તમામ 8 આરોપીઓને ધરપકડ કરી લેવાઈ છે.