ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 14 એપ્રિલ 2022 (11:09 IST)

Aambedkar Jayanti - જાણો, કેમ આંબેડકરે લાખો લોકો સાથે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો !!

બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ હિન્દુ જાતિમાં અછૂત અને નિચલી મનાતી મહાર જાતિમાં થયો હતો. તેમણે હિન્દુ ધર્મમાં પ્રસરેલા છૂત-અછૂત, દલિત, મહિલાઓ અને મજૂરો સાથે ભેદભાવ જેવા કુરિવાજો વિરુધ અવાજ બુલંદ કર્યો અને આ લડાઈને ધાર આપી હતી. પણ તેમણે લાખો સાથિયો સાથે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.  આવો જાણીએ તેમણે હિન્દુ ધર્મનો ત્યાગ કેમ કર્યો હતો... 
 
ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુરમાં તેમણે લાખો સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો. આ દરમિયાન તેમની સાથે લગભગ 3,80,000 લોકોએ પણ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. એવુ કહેવાય છે કે આ આખી દુનિયામાં ધર્મ પરિવર્તનની સૌથી મોટી ઘટના હતી. 
Ambedkar
1950ના દસમાં જ બાબા સાહેબ બૌધ ધર્મ પ્રત્યે આકર્ષિત થયા અને બૌદ્ધ સંમેલનમાં ભાગ લેવા શ્રીલંકા (ત્યારે સીલોન) ગયા હતા. આંબેડકર જે તાક સાથે દલિતોને તેમનો હક અપાવવા માટે તેમને એકજૂટ કરવા અને રાજનીતિક-સામાજીક રૂપે તેમને સશક્ત બનાવવામાં લાગ્યા હતા, એટલી જ તાકત સાથે તેમના વિરોધી પણ તેમને રોકવા માટે જોર લગાવી રહ્યા હતા. 
 
લાંબા સંઘર્ષ પછી જ્યારે આંબેડકરને વિશ્વાસ થઈ ગયો કે તેઓ હિન્દુ ધર્મમાંથી જાતિપ્રથા અને છૂત-અછૂતના કુરિવાજોને દૂર નથી કરી શકી રહ્યા તો તેમણે તે ઐતિહાસિક વક્તવ્ય આપ્યુ જેમા તેમણે કહ્યુ કે હુ હિન્દુ પૈદા થયો છુ પણ હિન્દુ મરીશ નહી. ત્યારબાદ તેમણે બૌદ્ધ ધર્મની શરણ લીધી. 
તેમણે જે 22 પ્રતિજ્ઞાઓ લીધી તેમા હિન્દુ ધર્મ અને તેની પૂજા પદ્ધતિનો તેમણે સંપૂર્ણ રૂપે ત્યાગ કર્યો.  જો કે ખુદ તેમણે આ ધર્મ પરિવર્તન નહી પણ ધર્મ-જનિત શારીરિક, માનસિક અને આર્થિક દાસતાથી મુક્તિ બતાવી. 
 
આઝાદી પછી પંડિત નેહરૂના મંત્રીમંડળમાં ડોક્ટર આંબેડકર કાયદા મંત્રી બન્યા અને નેહરૂની પહેલ પર તેમણે હિન્દુ કોડ બિલ તૈયાર કર્યુ, પણ આ બિલને લઈને પણ તેમણે જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો. ખુદ નેહરુ પણ ત્યારે પોતાની પાર્ટીની અંદર અને બહાર આ મુદ્દા પર વધતા દબાણ સમએ નમતા  જોવા મળ્યા. આ મુદ્દા પર મતભેદ એ રીતે આગળ વધ્યુ કે આંબેડકરે કાયદા મંત્રીના પદ પરથી રાજીનામુ આપી દીધુ. જો કે પછી હિન્દુ કોડ બિલ પાસ થયો અને તેનાથી હિન્દુ મહિલાઓની સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફાર આવ્યો પણ આંબેડકરના બિલ સામે આ અનેક મામલે લચીલો હતો.