Daily Horoscope
✕

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Updated: મંગળવાર, 24 નવેમ્બર 2026 (12:27 IST)
શિયાળાની ઋતુમાં બાજરી અને લીલી મેથીમાંથી બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બાજરીના લોટ, તાજી મેથી, કોથમીર અને મસાલાના મિશ્રણથી તૈયાર થતા ચમચમિયા સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. નાસ્તામાં કે સાંજની ચા સાથે ગરમાગરમ બાજરીના ચમચમિયા પીરસી શકાય છે. તો ચાલો જાણીએ તેની સરળ રેસિપી.
ALSO READ: પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી પીઠલા

સામગ્રી (3થી 4 વ્યક્તિ માટે)

- બાજરીનો તાજો લોટ – 1 વાટકો
- ઝીણી સમારેલી મેથીની ભાજી – ½ વાટકો
- ઝીણી સમારેલી કોથમીર – ½ વાટકો
- ખાટું દહીં – ½ વાટકો અથવા છાશ – 1 વાટકો
- આદુ-મરચાંની પેસ્ટ – 1થી 3 ચમચી
- લસણની પેસ્ટ અથવા લીલું લસણ – 5થી 6 કળી (વૈકલ્પિક)
- હળદર – ½ ચમચી
- અધકચરું જીરું – ½ ચમચી
- અધકચરો અજમો – ½ ચમચી
- હિંગ – 1 ચપટી
- મીઠું – સ્વાદ મુજબ
- ખાવાનો સોડા – ¼ ચમચી
- સફેદ તલ – 2થી 3 ચમચી
- તેલ અથવા ઘી – શેકવા માટે
- પાણી – જરૂર મુજબ
ALSO READ: Kada Prasad- ગુરુપર્વ પર ઘરે કડા પ્રસાદ બનાવો, રેસીપી
બાજરીના ચમચમિયા બનાવવાની રીત
1. ખીરું તૈયાર કરો: સૌપ્રથમ એક મોટા વાસણમાં બાજરીનો લોટ લો. તેમાં સમારેલી મેથી, કોથમીર, દહીં અથવા છાશ, આદુ-મરચાંની પેસ્ટ, લસણ અને બધા મસાલા ઉમેરો.
 
2. મિશ્રણ તૈયાર કરો: હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ અને જાડું ખીરું તૈયાર કરો. ખીરું બહુ પાતળું ન રાખવું.
 
3. સોડા ઉમેરો: ચમચિયા શેકવાના હોય તેના થોડા સમય પહેલાં ખીરામાં ખાવાનો સોડા અને થોડું પાણી ઉમેરીને હળવા હાથે બરાબર મિક્સ કરી લો.
 
4. તવા પર શેકો: હવે તવાને ગરમ કરી તેના પર થોડું તેલ અથવા ઘી લગાવો. ઉપર સફેદ તલ છાંટો અને ચમચા વડે ખીરું જાડું પાથરી દો.
 
5. ઢાંકીને પકાવો: તવા પર ઢાંકણ ઢાંકી ધીમા અથવા મધ્યમ તાપે ચમચિયાને એક બાજુથી સોનેરી અને બરાબર ચડી જાય ત્યાં સુધી શેકો.
 
6. બીજી બાજુ શેકો: હવે ચમચિયાને ધીમેથી પલટાવી બીજી બાજુ પણ થોડું તેલ અથવા ઘી લગાવી સરસ રીતે શેકી લો.
 
7. ગરમાગરમ પીરસો: બંને બાજુથી સરસ શેકાઈ જાય એટલે તવામાંથી ઉતારી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા.

પીરસવાની રીત

ગરમાગરમ બાજરીના ચમચમિયાને લીલી કોથમીરની ચટણી, ખાટા દહીં અથવા ગરમાગરમ ચા સાથે પીરસો. શિયાળાની સવારના નાસ્તા કે સાંજના હળવા ભોજન માટે આ એક ઉત્તમ ગુજરાતી વાનગી છે.
 
ખાસ ટિપ્સ: ચમચમિયા બનાવતી વખતે તાપ ધીમો રાખવો, જેથી તે બહારથી સોનેરી અને અંદરથી બરાબર ચડી જાય. વધુ સ્વાદ માટે લીલા લસણનો ઉપયોગ પણ કરી શકાય છે.

વધુ જુઓ..

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મોટી જાહેરાત: લોકરક્ષક અને PSI કેડરની કુલ 12,993 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવાઈ

Jio ની "હેપ્પી ન્યૂ યર" ઓફર: ₹399 માં અનલિમિટેડ 4G અને 5G ડેટા

ભારતમાં સોનાની ખરીદીમાં તીવ્ર ઘટાડો થયો, એપ્રિલ અને ઓક્ટોબર વચ્ચે સોનાની આયાતમાં 40%નો ઘટાડો થયો

ઉત્તર પ્રદેશમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત: સ્કૂલ બસ ટ્રક સાથે અથડાઈ, 4 બાળકોના મોત, 35 ઘાયલ

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: તાપમાન 3 ડિગ્રી ગગડ્યું, નલિયા 11.2 ડિગ્રીએ ઠંડુંગાર; અમદાવાદમાં પારો 14 ડિગ્રીથી નીચે જવાની આગાહી

વધુ જુઓ..

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

vaikuntha chaturdashi 2026- વૈકુંઠ ચતુર્દશી મહત્વ અને કથા, 'હરિ-હર મિલન'

આગળનો લેખ
Show comments