Festival Posters
✕

ગુજરાતી રેસીપી- ચીઝ બર્સ્ટ વડા રેસીપી

Updated: સોમવાર, 27 જુલાઈ 2026 (14:51 IST)
કુરકુરા બહાર અને અંદરથી પિગળતું ચીઝ—આ ચીઝ બર્સ્ટ વડા સાંજના નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે.
 
સામગ્રી
 
વડા માટે:
બાફેલા બટાકા – 4
બ્રેડ ક્રમ્બ્સ – 1/2 કપ
લીલા મરચાં – 2 ઝીણા સમારેલા
આદુ – 1 ચમચી
કોથમીર – 2 ચમચી
લાલ મરચું પાવડર – 1/2 ચમચી
ગરમ મસાલો – 1/2 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
 

ચીઝ ફિલિંગ માટે:

મોઝેરેલા ચીઝના નાના ક્યુબ્સ – જરૂર મુજબ
ઓરેગાનો અથવા ચિલી ફ્લેક્સ – થોડું (વૈકલ્પિક)

કોટિંગ માટે:

મેંદો –1/2 કપ
પાણી – જરૂર મુજબ
બ્રેડ ક્રમ્બ્સ – 1 કપ
તેલ – તળવા માટે
ALSO READ: ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

બનાવવાની રીત

એક બાઉલમાં બાફેલા બટાકા મેશ કરો. તેમાં લીલા મરચાં, આદુ, કોથમીર, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને બ્રેડ ક્રમ્બ્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
મિશ્રણનો એક ભાગ હાથમાં લઈ તેને ચપટો કરો. વચ્ચે ચીઝનો ક્યુબ મૂકી તેને સારી રીતે બંધ કરીને ગોળ વડા બનાવો.
મેંદામાં થોડું પાણી ઉમેરી પાતળું બેટર તૈયાર કરો.
દરેક વડાને પહેલા મેંદાના બેટરમાં ડુબાડો અને પછી બ્રેડ ક્રમ્બ્સમાં સારી રીતે કોટ કરો.
કડાઈમાં તેલ ગરમ કરી વડાને મધ્યમ તાપે સોનેરી અને કુરકુરા થાય ત્યાં સુધી તળો.
ગરમાગરમ ચીઝ બર્સ્ટ વડાને ટોમેટો કેચઅપ અથવા ચીઝ ડિપ સાથે સર્વ કરો.
 
ટિપ: વડા તળતી વખતે તેલ ખૂબ વધારે ગરમ ન હોવું જોઈએ, નહીં તો બહારથી ઝડપથી બ્રાઉન થઈ જશે અને અંદરનું ચીઝ સારી રીતે પીગળશે નહીં.

વધુ જુઓ..

લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભવતી થતાં ગર્ભપાતની દવા ખવડાવી; અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

રાજકોટમાં પાણીનું ગંભીર સંકટ: આજી અને ન્યારી ડેમમાં માત્ર 20 દિવસનું પાણી બચ્યું, દિવાળી પછી આકરો પાણીકાપ ઝીંકાય તેવી શક્યતા

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ, અંગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 32 તોલા સોનું પડાવ્યું

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, મહિલાઓ પ્રત્યેના વર્તનને લઈને કહ્યું, “તેઓ ગંદી વાતો કરે છે”

CJP નેતાઓને દિલ્હી હાઈકોર્ટમાંથી પરત લીધી જામીન અરજી, સૌરવ અને આશુતોષની વય સાંભળીને જજે કહ્યુ - તમે Gen Z નથી

વધુ જુઓ..

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

Sharad Purnima 2026: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?

Karwa Chauth 2026,- કરવા ચોથ વ્રતના નિયમો, આ દિવસે શું કરવું અને શું ન કરવું

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે

કરવા ચોથ ક્યારે છે 2026

આગળનો લેખ
Show comments