Festival Posters
✕

રાયતા કેરડા - ગામઠી સ્ટાઈલ રાયતા કેયડાનું અથાણું

Updated: સોમવાર, 13 એપ્રિલ 2026 (11:26 IST)
સામગ્રી
300 ગ્રામ કેરડા
1 ટીસ્પૂન મીઠું
1 ટીસ્પૂન હળદર
1/2 કપ કેરીનું ખાટું પાણી
કુરિયા નો મસાલા માટે
50 ગ્રામ રાઈના કુરિયા
1/2 ટીસ્પૂન હિંગ
1 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન મીઠું
1 ટીસ્પૂન હળદર

બનાવવાની રીત 

સૌપ્રથમ કેરડાને મોટા તપેલામાં પાણી નાખી અને ત્રણ વખત ધોવા. ત્યારબાદ તેને એક કાણાવાળા વાસણમાં કાઢી પાણી નિતારી લેવું. હવે એક કાચની બરણીમાં નાખો અને તેમાં કેરડા ડૂબે એટલું પાણી નાખો. કેરીનું ખાટું પાણી પણ નાખો ટેબલસ્પૂન મીઠું અને ટેબલસ્પૂન હળદર નાખી અને મિક્સ કરી લો હવે આ બરણીને બંધ કરી અને મૂકી દો દિવસમાં બેથી ત્રણ વાર આને મિક્સ કરી લેવું.
 
2 હવે બે દિવસ પછી બરણીમાં થી કેરડાને એક કાણાવાળા વાસણમાં કાઢી લો. બધું જ પાણી નિતારી લો. અને આ કેરડાને કિચન નેપકીન ઉપર પાથરી અને બિલકુલ કોરા થવા દો. હવે રાઈના કુરિયા ને એક પ્લેટમાં લઈ લો. તેમાં હિંગ ટેબલસ્પૂન હળદર, ટેબલસ્પૂન મીઠું ઉમેરો. હવે તેલને ગરમ કરો અને આ ગરમ તેલ કુરિયામાં નાખો. મિક્સ કરી લો.ઠંડુ પડવા દો. હવે કોરા પડી ગયેલા કેરડાને એક બાઉલમાં લઈ લો અને તેમાં વઘારેલ રાયના કુરિયા એડ કરો અને મિક્સ કરો. ત્યારબાદ તેને એક કાચની બરણીમાં ભરી લો. તો ટેસ્ટી કેરડા નું અથાણું તૈયાર છે.

Edited By- Monica Sahu

વધુ જુઓ..

Chhath Puja 2026 Wishes in Gujarati : પ્રિયજનોને મોકલો છઠી મૈયા અને સૂર્ય દેવના આશીર્વાદથી ભરપૂર આ પાવન છઠ પર્વની હાર્દિક શુભેચ્છા

પાકિસ્તાન બોર્ડર પર ઉતર્યા ભારતના "લોખંડી રોબોટો ડોગ્સ", થાકતા પણ નથી અને -40°C માં પણ નથી લાગતી ઠંડી, જાણો તેમની તાકત

Weird Tradition- આ ગામ 5 દિવસ મહિલાઓ નથી પહેરતી કપડાં

લાહોરને પાછળ છોડી દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર બન્યુ દિલ્હી, 1000 મીટર સુધી છવાઈ ઝેરીલી સ્મોગની પરત, આ 18 શહેરોમાં 'રેડ એલર્ટ'

અસમના કાજીરંગામાં ટ્રક અને બસની ટક્કર, 20 લોકોના મોત, અનેક ઘાયલ

વધુ જુઓ..

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 નવેમ્બર, 2026, 2026

Chhath Puja 2026 Wishes in Gujarati : પ્રિયજનોને મોકલો છઠી મૈયા અને સૂર્ય દેવના આશીર્વાદથી ભરપૂર આ પાવન છઠ પર્વની હાર્દિક શુભેચ્છા

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments