Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Independence Day Recipes : આ રેસીપી સાથે ઉજવો સ્વતંત્રતા દિવસ

Updated: મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (17:35 IST)
સ્પેશ્યલ રેસીપી : ત્રિરંગી પુલાવ
 
સામગ્રી - 250 ગ્રામ ચોખા, 25 ગ્રામ છીણેલુ ચીઝ, 2 મોટી ચમચી ટામેટો સૂપ, સોસ, 25 ગ્રામ લીલા વટાણા, 25 ગ્રામ બટાકા, 2 મોટા ચમચી વાટેલા લીલા ધાણા, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી રાઈ, દોઢ ચમચી મીઠુ, 2 મોટા ચમચી ઘી, 20 કિશમિશ, 3-4 કાજૂ. 
 
બનાવવાની રીત - સૌથી પહેલા ચોખાને બાફીને ત્રણ ભાગોમાં વહેંચી લો. વટાણા અને બટાકાને બાફી લો. બટાકાના નાના નાના ટુકડા કરો. કિશમિશ થોડીવાર સુધી પાણીમાં પલાળી કાઢી લો. 
 
એક ભાગમાં લીલા ધાણાની ચટણી, વટાણા, અને મીઠુ ઉમેરી અલગ મુકી દો. બીજુ પડ બનાવવા માટે 1 ચમચી ઘી ગરમ કરીને કાજૂના નાના ટુકડા કરી સેકી લો. આમાં કિશમિશ, સોસ,1/2 ચમચી મીઠુ અને ચોખાનો બીજો ભાગ નાખી મિક્સ કરી લો. 
 
એક ચમચી ઘી માં રાઈનો વધાર કરી હળદર, બટાકા નાખી ઉતારી લો. આમા ચીઝ, મીઠુ અને બાકીના ચોખા ભેળવી લો. 
 
એક ડિશમાં 1 મોટી ચમચી ઘી લગાવીને ત્રણે પ્રકારના ચોખા એકની ઉપર એક એક પડ પાથરી હાથ વડે સારી રીતે દબાવી મુકી દો. આને હલકા હાથે ઉલટાવી દો અને કોઈ બીજી થાળીમાં કાઢી લો. તૈયાર તિરંગી પુલાવને ગરમા ગરમ સર્વ કરો.
 
ત્રિરંગી બરફી
સામગ્રી
500 ગ્રામ તાજો ખોયા કે માવો 
450 ગ્રામ ખાંડ 
150 ગ્રામ ફ્રેશ પનીર 
અડધી ચમચી ઈલાયચી પાઉડર 
ખાવાનો પીળો રંગ 
લીલો રંગ 
ચાંદીનો વર્ક અને વેનિલા એસેંસ 
 
વિધિ
સૌપ્રથમ માવા અને પનીરને એક થાળીમાં છીણીને રાખી લો. હવે તેમાં ખાંડ મિક્સ કરો. પછી કડાહીમાં મધ્યમ તાપ પર થવા દો. મિશ્રણ ઘટ્ટ થતા વેનિલા એસેંસ અને ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરો અને તાપ બંદ કરી નાખો.
 
હવે તૈયાર મિશ્રણને 3 ભાગમાં વહેંચી લો. પહેલા ભાગને સફેદ જ રાખો બીજા ભાગમાં ગળ્યું પીળો અને ત્રીજા ભાગને લીલો રંગ મિક્સ કરી લો. 
હળવા હાથથી જાડું વળી લો. અને સૌથી નીચે લીલો પછી સફેદ અને પીળા રંગ મૂકો અને હળવા હાથથા દબાવીને ચોંટાણી લો હવે તેને ચોરસ આકરમાં કાપી માવા પનીરની ત્રિરંગી બરફી તૈયાર છે. 

વધુ જુઓ..

CJP નેતા અભિજીત દીપકે ની દાદીનુ નિધન, શુ પરત જશે મુંબઈ ?

Khel Mahakumbh 2026: વડોદરાથી 'ખેલ મહાકુંભ 2026'નો ભવ્ય પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કરાવી શરૂઆત

ધરતીપુત્રો માટે રાહતના સમાચાર: કડાણા જળાશયમાંથી સિંચાઈનું પાણી છોડવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

LIVE:કનોટ પ્લેસ ચોકડી પાસે પ્રદર્શનકારીઓની પહોંચી ભારે ભીડ, કરી રહી છે સૂત્રોચ્ચાર, પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને કર્યા ડિટેઈન

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

વધુ જુઓ..

Happy Navratri 2026 Wishes in Gujarati - નવરાત્રીની શુભેચ્છા

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત ઘટ સ્થાપના વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Vishvambhari Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

આગળનો લેખ
Show comments