બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 2 ઑગસ્ટ 2021 (15:31 IST)

વરસાદમાં બનાવો સ્પેશલ કોથમીર બ્રેડ પકોડા

સામગ્રી 
4 બ્રેડ સ્લાઈસ 
1 કપ ચણાનો લોટ 
1/2 કપ સોજી 
1 ડુંગળી 
2-3 લીલા મરચાં 
1/2 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર 
1 વાટકી કોથમીર 
મીઠુ સ્વાદ પ્રમાણે 
જરૂર મુજબ પાણી 
તેલ તળવા માટે 
 
વિધિ
-સૌથી પહેલા એક વાટકીમાં ચણાનો લોટ, સોજી, લીલા મરચાં, લાલ મરચાં પાઉડર, કોથમીર અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમાં પાણી નાખતા પાતળુ ખીરુ બનાવી લો. પછી તેમાં ડુંગળી પણ નાખો. 
- મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા રાખો. 
- તેલ ગરમ થતા જ બ્રેડના પીસને બ્રેડ ને ખીરા માં બોળી તેલ માં તળી લો. 
- બન્ને બાજુથી સોનેરી થતા સુધી તળવું. 
- તૈયાર છે કોથમીર સ્પેશનલ બ્રેડ પકોડા.