શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 26 જુલાઈ 2021 (17:37 IST)

સાબૂદાણાની સરસ ખિચડી બનાવવા માટે ટિપ્સ

જો તમે વ્રત કરો છો  તો એ સમયે સાબૂદાણાની ખિચડી ખાવાનું મન થાય છે પણ ખિચડી ક્યારેક લોચો બની જાય છે તો ક્યારેક સાબુદાણા સીઝતા જ નથી.  આવામાં જો આ રીતે બનાવશો ખિચડી તો સ્વાદિષ્ટ અને ખીલેલી બનશે. 
 
ટિપ્સ - ખિચડી માટે સાબૂદાણા પલાળવું મુખ્ય કામ છે. એને આખી રાત  કે 8-10 કલાક સુધી પલાળવા બહુ જરૂરી છે. ત્યારે આ સૉફટ બને છે. જ્યારે સાબૂદાના પલળી જાય તો એના દાણાને આંગળીથી દબાવી જુઓ.  જો એ સહેલાઈથી મેશ થઈ જાય તો સમજી લો કે એ સારી રીતે પલળી ગયા છે. 
 
* સાબૂદાણાને હળવા હાથથી ધોવા મસળી-મસળીને ધોવાથી એ ખરાબ થઈ જાય છે. 
* સાબૂદાણાને પલાળતી વખતે એમાં પાણીની માત્રા પણ યોગ્ય હોવી જોઈએ. 1. વાટકીમાં સાબૂદાણામાં 3 ચોથાઈ કપ પાણી પૂરતુ  હોય છે. 
 
* સાબૂદાણામાં સીંગદાણા આખા ન નાકશો પણ તેને  રોસ્ટ કર્યા પછી દરદરા વાટીને નાખો. આનાથી સાબૂદાણાનો સ્વાદ વધે છે. એમાં તેલ પણ ઓછું નાખવું પડે છે અને સાથે સાબૂદાણા ખિલેલા બને છે.  મગફળી પાવડર સાબૂદાણાનું વધારાનુ પાણી શોષી લે છે અને સાબૂદાણા પર પહેલાથી જ એક પરત બની જાય છે જેનાથી ખિચડી લોચો બનતી નથી.  

* સાબૂદાણા સારી દુકાનમાંથી જ ખરીદો. તો પણ સાબૂદાણા ખરાબ નિકળે તો તમે એને બીજી વસ્તુ બનાવવામાં ઉપયોગ કરી શકો છો. જેમ કે જો સાબૂદાણા ધોતી વખતે પાવડર થઈ રહ્યા છે તો તમે એની ટિક્કી બનાવી શકો છો. કારણકે એનાથી ખિચડી સારી બનશે નહી. 

* સાબૂદાણા બહુ પાણી નાખ્યા પછી પણ પલળ્યા નથી તો એની તમે ખીર બનાવી શકો છો. 
 
* સરસ ક્વાલિટીના સાબૂદાણાને 2-3 કલાક સુધી પલાળો. પછી પાણી નિતારીને 4-5 કલાક પછી ખિચડી બનાવો.
 
*ખિચડી જો તમે વ્રત સમયે બનાવી રહ્યા છો તો એમાં શાક જેવા કે ગાજર, કાકડી, કોથમીર નાખી ખાવો. એનાથી ભારેપણું નહી લાગે. 
 
* ખિચડીમાં વ્રતના કારણે  સિંધાલૂણ જરૂર નાખો. 
 
* સાબૂદાણાની ખિચડીનો સ્વાદ વધારવા માટે તેને  વાટેલી ખાંડ, લીમડો, કોથમીર અને બટાટાની ચિપ્સથી સજાવીને ખાવી.