Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

વિશ્વ એડ્સ દિવસ : એડ્સ એટલે શુ ? એડસ વિશે જાણવા જેવુ...

એડ્સ - સાવધાની જ ઈલાજ છે

Updated: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (17:28 IST)
જોશને કાબૂમા રાખો - એડ્સની ઓળખ 1981માં થઈ, ત્યારે ભારતમાં તેનો એક પણ રોગી નહોતો. ત્યારે ભારત આ બીમારીને કારણે પરેશાન નહોતુ. પરંતુ એક દાયકા પહેલા જ આ ભારતીય સમાજ અને સરકાર માટે સૌથી મોટી બીમારી બની ગયુ. દેશનુ કોઈપણ રાજ્ય આ બીમારીથી બચી શક્યુ નથી. આખી દુનિયામાં 27 લાખ લોકો ગયા વર્ષે આ રોગના સંક્રમણનો શિકાર થયા. 15-24 વર્ષના લોકોની સંખ્યા આમા 50 ટકાથી વધુ છે. એડ્સ પીડિતોમાં 88.7 ટકા 15-49 સુધીની વયના લોક્કો છે. ભારતમાં આ આંકડો વિચારવા લાયક છે. એક અરબની વસ્તીમાં સેક્સુઅલી એક્ટિવ લોકોની સંખ્યા 50 ટકાની નજીક છે. આવા સમયે યુવાનોને એડ્સ પ્રત્યે જાગૃત કરવા માત્ર એક સૂત્ર આપવાથી કામ નહી ચાલે. સરકાર અને સમાજે વધુ વિકલ્પો પર નજર નાખવી પડશે.

સામાજીક મુદ્દો બનાવો - એડ્સને ફક્ત સ્વાસ્થ્યનો મુદ્દો ન સમજતા આને સામાજિક મુદ્દાના રૂપમાં જોવો જોઈએ. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે એડ્સની સાથે-સાથે સંક્રમિત લોકોની પણ સામાજિક સુરક્ષા જરૂરી છે. સાથે સાથે નેતોઓની પણ પ્રતિબધ્ધા એડ્સના વિરુધ્ધ જરૂરી છે.

મીડિયાનો મજબૂત સાથ - આજ સુધી મીડિયાએ એડ્સ વિરુધ્ધ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે અને આગળ પણ આવી જ આશા કરી શકાય છે કે મીડિયા એડ્સની લડતમાં પોતાની ભૂમિકા સારી રીતે ભજવશે.

એડ્સ વિશે જાણવા જેવુ

- એડ્સ વાયરસ 'એચઆઈવી' શરીરની જીવિત કોશિકામાં રહે છે. આ બે પ્રકારના હોય છે - એચ આઈવી1 અને એચઆઈવી2 ,

- વાયરસ વ્હાઈટ બ્લડ સેલ્સ પર હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. જેને કારણે રોગપ્રતિરોધક ક્ષમતા ઘટે છે.

- અસુરક્ષિત યૌન સંબંધ એડ્સ સંક્રમણનુ મુખ્ય કારણ હોય છે, સંક્રમિત લોહી અને મા થી બાળકને પણ એડ્સ થાય છે. સંક્રમિત માતાનુ દૂધ પણ બાળકમાં સંક્રમણનુ કારણ બને છે.

- વિષાણુમુક્ત ન કરવાની હાલતમાં સેલૂનમાં વપરાયેલા ઉસ્તરા અને બ્લેડના ઉપયોગથી પણ એડ્સનો ભય.

- સંક્રમણની જાણ કરવા બ્લડ ટેસ્ટ એકમાત્ર ઉપાય. લક્ષણોના આધારે ખાતરી કરવી શક્ય નહી.

- ભારતમાં 5 હજાર ઈંટિગ્રેટેડ કાઉસલિંગ એંડ ટેસ્ટિંગ સેંટર છે. જ્યા ટેસ્ટ કર્યા બાદ અડધો કલાકમાં જ રિપોર્ટ મળી જાય છે.

એચઆઈવીના મુખ્ય કારણ

- અસુરક્ષિત યૌન સંબંધ - 87.4%
- માતા પિતાને કારણે - 5.4%
- સક્રમિત સોયને કારણે 1.6%
- સમલૈંગિકતાને કારણે 1.3 %
- અન્ય કારણોથી 3.3ં

એડ્સના ઉપાય ો - હાલમાં ના સમયમાં એડ્સ માટે કોઇ ઉપાય નથી. તથાપિ ઉપચાર ઉપલબ્ધ છે જેના થકી સંક્રમણથી ઉપાય પીડિતો જીવનની ગુણવત્તા સુધારી શકે છે.

વિષાણુ વિરોધી ઉપચાર પધ્ધતિ શરીરમાંની એચ.આય.વી સંક્રમણની પુનરાવૃત્તિને દબાવી દે છે. Retrovir જે જુડોવુડીન અથવા ART નામે ઓળખાય છે, એક વિષાણુ વિરોધી આડતિયાનું કામ કરે છે, જેનો વાપર એડ્સના ઉપાય માટે કરવામાં આવે છે.

વ્યાપાર નામ Invirase ના અંતર્ગત નિર્મિત, Saquinavir હાલમાં જ FDA દ્વારા એડ્સના ઉપાય માટે વાપરવા અનુમોહીત કરવામાં આવ્યુ છે. નવા દવાઓના સમુહમાં આને પહેલી મંજુરી મળી છે જે એડ્સના ઉપાયમાં વપરાતા વિષાણુ વિરોધી કરતા ૧૦ ગણુ અસરકારક છે.

વધુ જુઓ..

ગુજરાત પર 6 દિવસ વરસાદી સંકટ: 14 થી 19 સપ્ટેમ્બર ધોધમાર વરસાદ અને રેડ એલર્ટની ચેતવણી

ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં શ્રીલંકાની મહિલા ટીમને 72 રનથી હરાવીને મહિલા T20 એશિયા કપનો ખિતાબ જીત્યો.

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

વધુ જુઓ..

Happy Ganesh Chaturthi Quotes & Wishes in Gujarati 2026: ગણેશ ચતુર્થીની શુભેચ્છા

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -13 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ