શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (14:39 IST)

Health Tips - વરિયાળીના છે આ 8 અધધ ફાયદા

મોટાભાગના ઘરમાં વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા કેલ્શિયમ, આયરન અને પોટાશિયમ જેવા ગુણ જોવા મળે છે. વરિયાળી શરીર માટે ખૂબ લાભકારી હોય છે. તેનાથી આરોગ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓથી બચી શકાય છે. આવો જાણીએ તેના ફાયદા... 
1. આફરો થઈ જાય તો વરિયાળીને પાણીમાં ઉકાળીને આ પાણીની એક એક ચમચી થોડી થોડી વારે લેતા રહો. 
2. તાવ આવતા વરિયાળીને પાણીમાં ઉકાળી 2-2 ચમચી લેવાથી તાવ વધતો નથી. 
3. કબજિયાત અને ખાટા ઓડકાર આવતા વરિયાળીના ચૂરણને કુણા પાણી સાથે લો.  
4. પેટમાં ભારેપણુ લાગે તો લીંબૂના રસમાં પલાળેલી વરિયાળી ખાવ. 
5. વરિયાળી, સાકર અને બદામને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને વાટી લો. રોજ રાત્રે આ મિશ્રણને જમ્યા પછી એક ચામ્ચી દૂધ સાથે સેવન કરો. તેનાથી આંખોની રોશની વઘશે. 
6. શરીરમાં ફાલતૂ ચરબીને ઓછી કરવા માટે વરિયાળી ખૂબ જ કારગર છે.  આ બોડીમાં મૈટાબૉલિજમને વધારેને વજન ઘટાડવામાં મદદ કરે છે.  વરિયાળી સાથે કાળા મરીનુ સેવન કરવાથી વજન ઓછુ થાય છે. 
7. જમ્યા પછી વરિયાળી સાથે સાકરનું સેવન કરવાથી ફાયદો થાય છે.  રાત્રે કુણા પાણી સાથે વરિયાળીના ચૂરણનું સેવન કરવાથી પેટની ગેસ ઠીક થઈ જાય છે. 
8. ઉંઘ ન આવે તો દૂધમાં વરિયાળી ઉકાળીને તેમા મધ નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે.