ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 28 નવેમ્બર 2017 (10:23 IST)

Dont do this - ભૂલથી પણ ખાલી પેટ ન ખાશો આ 10 વસ્તુઓ

1. સોડા- સોડામાં  ઉચ્ચ માત્રામાં કાર્બોનેટ એસિડ હોય છે . જે તમે આ ખાલી પેટ પી લેશો તો ઉલ્ટી થઈ  શકે છે અને તમને ગભરામણ પણ  થઈ શકે છે. 

2. ટમેટા - ટ્મેટામાં એસિડ  હોય છે જેના કારણે તમે એ ખાલી પેટ ખાઈ લેશો તો આ રિએક્ટ કરે છે અને પેટમાં ન પીગળનારી  જેલનું  નિર્માણ કરશે જે પેટમાં સ્ટોન બનવાના કારણ બની જાય છે. 

4. અલ્કોહોલ - ખાલી પેટ દારૂનું સેવન કરવાથી પેટમાં બળતરાં થાય છે અને જેના કારણે ભોજન સારી રીતે પચી શકતુ નથી. 

5. ચટપટુ  ભોજન - ક્યારે પણ ખાલી પેટ કોઈ પણ  પ્રકારના ચટપટા ભોજનનું  સેવન ન કરવું . એમાં નેચરલ એસિડ હોય છે જે પેટના હાજમાને બગાડે છે. ઘણી વાર પેટમાં મરોડ પણ થવા લાગે છે. 
 

6. કૉફી- ખાલી પેટ કોફીનું  સેવન સૌથી વધારે ઘાતક હોય છે. એમાં કેફીન હોય છે જે ખાલી પેટ લેવાથી તમને બેહાલ કરી શકે છે. કશુ ખાવાનું ન હોય તો તો એક ગ્લાસ પાણી પી શકો છો. 
7. ચા- ખાલી પેટ કૉફી પીવી સારા નહી તો એ જ રીતે ખાલી પેટ ચા પણ ન લો. ચામાં વધારે માત્રામાં એસિડ હોય છે જેના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે. 
8. દહીં- દહી સ્વાસ્થયકારી  હોય છે પણ ખાલી પેટ  એનું  સેવન કરવાથી પેટમાં મરોડ આવી શકે છે. 
9. કેળા- ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધી જાય છે , જેના કારણે શરીરમાં મેગ્નેશિયમની માત્રામાં અસંતુલન થઈ જાય છે. એના કારણે સવારે ખાલી પેટ કેળા ન ખાવા. 
 
10. શક્કરિયા - શક્કરિયામાં ટેનીન અને પેક્ટીન હોય છે જે ખાલી પેટ ખાવાથી ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ જાય છે. જેથી છાતીમાં બળતરા થઈ શકે છે. 

3.  દવાઓ
તમે જોયુ હશે કે  ડોક્ટર્સ સલાહ આપે છે કે  ખાલી પેટ દવાઓનું સેવન ન કરો. ખાલી પેટ દવા ખાવાથી એસિડની ફરિયાદ  થઈ જાય છે જેથી શરીરમાં અસંતુલન થઈ શકે છે.