બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 19 ડિસેમ્બર 2018 (11:05 IST)

શિયાળમાં રહેવું છે હેલ્ધી તો ખાવ જામફળ

જામફળ ગળ્યુ  અને સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે-સાથે ઘણા રોગોની સારવાર  પણ  કરે છે. શિયાળામાં જામફળ ખાવાથી લાભ પણ  થાય છે. દંત રોગો માટે જામફળ શરદી જેવી સમસ્યાઓમાં જામફળ સારું સિદ્ધ થાય છે. જામફળના પાન ચાવવાથી દાંતોમાં કીડા અને દાંત સંબંધિત રોગ પણ દૂર થઈ જાય છે.  જામફળમાં વિટામિન  એ અને બી પણ વધારે પ્રમાણમાં હોય છે.  જામફળથી  પાચન તંત્ર સારું  રહે છે.. હવે આવો જાણીએ જામફળના ફાયદા 
 
1. જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો જામફળના પાન તમને ઉપયોગી રહેશે. જામફળના પાન ચાવવાથી દાંત પણ હેલ્દી રહે છે અને દાંતોમાં સડન રહેતી નથી અને મોઢુ ફ્રેશ રહે છે. 
 
2. જામફળમાં  ફાઈબર વધારે માત્રામાં હોય છે જે શુગર પચાવામાં અને ઈંસ્યુલિન વધારવામાં મદદ કરે છે. 
 
3. જામફળમાં વિટામિન સી હોવાના કારણે આ શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે. 
 
4. ભોજન કર્યા પછી તમે જામફળ ખાશો તો એ તમારા પાચન પણ ઠીક રહેશે. 
 
5. જામફળ ખાવાથી શરદી જેવી સમસ્યાઓ પણ ઠીક થઈ જાય છે. 
 
6. કબજિયાતની સમસ્યાથી બચવા માટે સંચળ સાથે જામફળનું સેવન કરવુ લાભકારી છે.  
 
7. જામફળમાં રહેલ પોટેશિયમ શરીરમાં સોડિયમની અસર ઓછું કરે છે જેથી બલ્ડ પ્રેશરના સંતુલન બની રહે છે. આ સિવાય આ શરીરમાં કોલેસ્ટ્રોલ ન સ્તર ઓછું કરે છે. 
 
8. જામફળમાં અયોડીન સારી માત્રામાં હોય છે. જેથી થાયરાઈડની સમસ્યામાં આરામ મળે છે. આથી શરીરના હાર્મોનલ સંતુલન પણ બન્યુ રહે છે. 
 
9. જામફળમાં વિટામિન બી સારી માત્રામાં હોય છે. સાથે એમાં નાયસિન પણ છે જે  લોહીના સ્ત્રાવ વધારે છે. જેથી મગજ ઝડપથી કામ કરે છે. 
 
10. ગુલાબી જામફળમાં લાઈકોપીન ટામેટા કરતા વધુ માત્રામાં હોય છે જે ત્વચાને અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચાવે છે. અને ત્વચાના કેંસરથી બચાવે છે.