સંબંધિત સમાચાર
- Telegram બન્યુ દુનિયાનો સૌથી વધારે ડાઉનલોડ થનારું એપ 5મા નંબર પર ખસેડાયું Whatsapp
- Uttarakhand Glacier Burst - ટનલમાં 80 મીટર સુધી મલબા હટાવ્યો, લગભગ 202 લોકો લાપતા, 19 લાશ જપ્ત
- Share Market Today- શેરબજારમાં તેજીનો માહોલ ચાલુ છે, સેન્સેક્સ 473 પોઇન્ટના વધારા સાથે 51200 ની આગળ ખુલશે
- કોરોના કાળમાં એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020 દરમિયાન 55 હજારથી વધુ લોકો વિદેશથી ગુજરાત પરત ફર્યા
- ચિકનમાં ઝેર નાખીને કુતરાને ખવડાવનારના ત્રણેય પકડાયા, આ હતું કારણ
ઉત્તરાખંડ જલપ્રલયના મૃતકોને મોરારિબાપુ તરફથી સહાય
ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં આજે ગ્લેશિયર ઓગળવાને કરને તથા ભૂસ્ખલનને કારણે પુરની સ્થિતિ ઉભી થઈ છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પૂજ્ય મોરારિબાપુ દ્વારા આ ઘટનામાં માર્યા ગયેલા તમામ હતભાગીઓના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૫ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે.
શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા તરફથી હનુમાનજીની સાંત્વના રૂપે આ રાશી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે. હાલમાં ટ્રસ્ટ દ્વારા આ બનાવની વિગતો મેળવવામાં આવી રહી છે. મૃતકોની જે સંખ્યા થશે તે મુજબની સહાયતા રાશી પહોંચાડવામાં આવશે.
આ દુ:ખદ ઘટનામાં જેમને પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે તેમના નિર્વાણ માટે મોરારિબાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો તરફ સંવેદનાઓ પ્રગટ કરી છે.
