રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (15:40 IST)

Uttarakhand Glacier Burst - ટનલમાં 80 મીટર સુધી મલબા હટાવ્યો, લગભગ 202 લોકો લાપતા, 19 લાશ જપ્ત

ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી જવાની કારણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવી ગયુ.  ચમોલી જીલ્લાના જોશીમઠમાં ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. ઉત્તરાખંડ  પોલીસ મુજબ અત્યાર સુધી 202 લોકોના ગાયબ થવાની સૂચના મલી છે અને 19 ડેડબોડી મળી છે. 
 
 
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાની ઘટનાથી ઋષિગંગા ઘાટીમાં આવેલા અચાનક વિકરાળ પૂરના કારણે હાલ પણ બચાવ કાર્ય ચાલુ છે.
 
ઉત્તરાખંડના ચમોલી પોલીસે તાજી જાણકારી છે કે ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જેસીબીની મદદથી ટનલની અંદર જઈ રસ્તો ખોદવામાં આવી રહ્યો છે. હાલ સુધીમાં 15 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરી લેવાયા છે જ્યારે હજુ સુધી 19  લોકોના મૃતદેહ અલગઅલગ સ્થળેથી મળ્યા છે.
 
ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે આ ત્રાસદીમાં તપોવન હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર ડૅમ જેને ઋષિગંગા પ્રોજેક્ટના નામે ઓળખવામાં આવે છે એ સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે.
 
પાણીનું સ્તર મોડી રાત્રે વધવાના કારણે આ બચાવ કાર્યને ગઈકાલે રાત્રે લગભગ એક કલાક માટે રોકી દેવામાં આવ્યું હતું પરંતુ મોડી રાત્રે આને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.
 
ડીજીપી અશોક કુમારે બચાવ કામગીરી ફરી શરૂ થવાનો એક વીડિયો ટ્વીટ કરી કહ્યું, "પાણીનું સ્તર વધવાથી બીજી ટનલમાં બચાવ કાર્ય અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યું હતું. બચાવ કામ ફરીથી શરૂ થઈ ગયું છે. મશીન ફરીથી સુરંગમાં પ્રવેશ દ્વારથી કીચડ હઠાવવાની કામગીરી કરી રહ્યા છે. કેટલીક એજન્સી ખોટી જાણકારી આપી રહી છે."
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં મૃત્યુ પામનારને બે-બે લાખની સહાયતા રાશિ આપવાનું કહ્યું છે.
 
ગ્લેશિયર તૂટતા તબાહી
 
ઉત્તરાખંડના ચમોલીમાં જિલ્લામાં ગ્લેશિયર (હિમશિલા કે હિમનદી) તૂટવાથી નદીમાં તોફાન આવ્યું છે. નદી પરના અનેક બંધો તૂટવાની સાથે પૂરનો ખતરો પણ તોળાઈ રહ્યો છે અને ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.
 
સમાચાર સંસ્થા પીટીઆઈ લખે છે કે ગ્લેશિયર તૂટવાને પગલે ધૌલીગંગા નદીમાં મોટું પૂર આવ્યું છે અને ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પર કામ કરનારા 150 મજૂરો લાપતા હોવાની આશંકા હતી પણ હવે સીએમ રાવતની પત્રકાર પરિષદમાં જાહેરાત અનુસાર 125 લોકો લાપતા છે અને સ્થિતિ કાબૂમાં છે.
 
ઉત્તરાખંડનાચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટ્યા પછી આવેલી આફત પછી મુખ્ય મંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે આ ઘટનામાં અંદાજે 125 લોકો ગાયબ છે અને સાત મૃતદેહ મળ્યા છે.
 
જોકે આ અગાઉ આઇટીબીપીના ડિરેક્ટર જનરલે 9 થી 10 લોકોના મૃતદેહ મળવાની જાહેરાત કરી હતી.
 
મુખ્ય મંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
 
આની સાથે જ મુખ્ય મંત્રી રાવતે કહ્યું છે કે આ ઘટનામાં 180 ઘેટાં-બકરીઓ વહી ગયા છે અને જે જગ્યાએ ગ્લેશિયર તૂટ્યો છે ત્યાંના રૈણી ગામમાં હાલ સુધીમાં પાંચ લોકોના મૃત્યુની જાણકારી છે.
 
 
તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં સ્થાનિક લોકોને ઓછી જાનહાનિ થવાની સંભાવના છે કારણ કે બંધ પર કામ કરનારા સ્થાનિક લોકો રવિવારે રજા પર રહે છે.
 
મુખ્ય મંત્રી રાવતે કહ્યું, "હાલ સુધી જરૂરિયાત પ્રમાણે અમારી પાસે તમામ સંશાધન છે. હૅલિકૉપ્ટર પર્યાપ્ત પ્રમાણમાં છે. જરૂરત પડશે તો ઉપયોગ કરવામાં આવશે. રાહત દળ પણ અમારી પાસે ઉપલબ્ધ છે."
 
"જિલ્લાધિકારી, એસપી અને જિલ્લા ચિકિત્સાધિકારીએ ત્યાં કૅમ્પ કર્યો છે. અમે તદ્યાં પહેલાં એરિયલ સર્વે કર્યો અને પછી સડક માર્ગે રૈણી ગામ સુધી પહોંચી શકાય છે, ત્યાં પહોંચી સ્થિતિ સંભાળી, એનડીઆરએફની 60 લોકોની ટીમ ત્યાં પહોંચી છે."
 
"એક મોટો પૂલ અને ચાર અન્ય પુલ ક્ષતિગ્રસ્ત થયા છે. ધૌલીગંગાના એ વિસ્તારના રસ્તાનો સંપર્ક તૂટી ગયો છે. ત્યાં 17 ગામ છે જેમાં 7 ગામના લોકો ઠંડીના કાણે પ્રવાસ કરવા ગયા હતા. 11 ગામમાં લોકો છે. ત્યાં સૈન્યના હૅલિકોપ્ટર પહોંચ્યા છે.
 
ઋષિગંગા પ્રોજેક્ટમાં 35 કર્મચારી કામ કરતા હતા તેમાં 29-30 કર્મચારી ગાયબ છે, ત્યાં સુરક્ષા માટે હાજર 2 પોલીસ કર્મી પણ ગાયબ છે.
 
તેનાથી પાંચ કિલોમીટર નીચે એનટીપીસીનો નિર્માણાધીન પ્રોજેક્ટ છે. ત્યાં 176 મજૂર ડ્યૂટી પર હતા. ત્યાં બે સુરંગ છે. એકમાંથી 35-40 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે બીજી સુરંગમાં રહેલ 35-40 લોકોને ક્યાં ફસાયા છે તે ખ્યાલ નથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. આઇટીબીપીના જવાન દોરડાં દ્વારા નીચે સુધી જવા પ્રયત્ન કરી રહ્યા છે.
 
તેમણે કહ્યું, "તપોવન બંધની પાસે એક ટનલ બનાવવામાં આવી રહી હતી જ્યાં 20 લોકો ફસાયેલા હતા. આઈટીબીપીની ટીમ ત્યાં બચાવ કામગીરી કરી રહી છે."આ ઘટનામાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ લગભગ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે જ્યારે તપોવન બંધને ખાસુ નુકસાન પહોંચ્યું છે.
 
 
તપોવનની પાસે એક ટનલમાં લોકોને ફસાયા હોવાની આશંકા છે જે પછી ત્યાં સૈન્ય અને રાહત દળની ટીમ દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આઇટીબીપીને ટાંકીને લખ્યું છે કે આઇટીબીપીએ તપોવન ટનલ પાસેના વિસ્તારમાં ફસાયેલા 16 લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે.
 
ઉત્તરાખંડથી બીબીસીના સહયોગી રોહિત જોશી જણાવે છે કે ધૌલીગંગા અને અલકનંદા નદીમાં મોટાં પૂરનો ખતરો ઊભો થયો છે. ચિપકો આંદોલનનું કેન્દ્ર બનેલા રેળી ગામ પાસેનો ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પણ પૂરની ઝપટમાં આવી ગયો છે. અહીં કામ કરનારા અમુક મજૂરો પૂરમાં વહી ગયા હોવાની આશંકા છે. જોકે, તંત્રે હજી જાનમાલના નુકસાનની કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી.
 
આ ગ્લેશિયર તૂટવાને પગલે ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાનની સંભાવના જોવામાં આવી રહી છે.
 
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત ઘટનાસ્થળે જવા માટે રવાના થયા છે. એમણે ટ્વીટ કરીને અફવાઓ પર ધ્યાન ન આપવા અને જુનાં વીડિયો શૅર ન કરવાનો આગ્રહ કર્યો છે.
 
એમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે આનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચવાની સંભાવના છે.
 
એમણે લખ્યું કે નદીમાં અચાનક પાણી આવી જવાથી અલકનંદાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે. કાંઠાળ વિસ્તારોમાં લોકોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. નદીકિનારે વસતા લોકોને ખસેડવામાં આવી રહ્યા છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈએ આઈટીબીપીના હવાલાથી કહ્યું કે, "ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રેની ગામ પાસે એક વિશાળ પૂરને જોવામાં આવ્યું છે. જેણે નદીકાંઠાઓ અને ઘરોને તોડી પાડ્યા છે. આઈટીબીપીના જવાનો લોકોની મદદ માટે ગયા છે. જોશીમઠ પાસે રેની ગામમાં રાહતની કામગીરી ચાલી રહી છે."
 
ચમોલીમાં પોલીસના હવાલાથી એએનઆઈએ લખ્યું કે, "તપોવન ક્ષેત્રમાં એક ગ્લેશિયર તૂટવાથી ઋષિગંગા પાવર પ્રોજેક્ટ ક્ષતિગ્રસ્ત થયો છે. અલકનંદા નદીને કાંઠે રહેનારા લોકોને જલદીથી સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે."
 
અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદ માટે મુખ્ય મંત્રીએ ઇમરજન્સી રૂમના નંબર 1070, 1905 અને 9557444486 પર સંપર્ક કરવાની સૂચના આપી છે.
 
કાશ કે ચીને ડૉ. વેનલિયાંગની એ વાત સામે આંખ આડા કાન ન કર્યા હોત!
 
ઋષિગંગા પરિયોજના તબાહ
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું, "ગ્લેશિયરે ઋષિગંગા વીજળી પરિયોજનાને સંપૂર્ણપણે તબાહ કરી દીધી છે. ત્યાં 50થી વધારે માણસો કામ કરતા હતા તેમને પણ આના કારણે જાનહાનિ પહોંચવાની સંભાવના છે. અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ છે, ઉત્તરાખંડ પોલીસ અને એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. વહેતા કાદવમાં આવેલી માટીમાં દટાયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. "
 
"આ ગ્લેશિયર જ્યાંથી ત્યાં સ્થિતિ સાફ છે. કર્ણ પ્રયાગમાં પાણી પહોંચ્યું છે. વરસાદમાં ગંગામાં જેટલું પાણી આવે છે તેટલું જ પાણી હાલ નદીમાં છે. અમે સંપૂર્ણ બેસિન ખાલી કરી દીધું છે. આગળ કોઈ જાનહાની થઈ નથી. રાફટીંગ આજે બંધ કરાયું છે કારણ કે આવતા ચારથી પાંચ કલાકમાં પાણી ઋષિકેશ અને હરિદ્વારમાં પહોંચી જશે."
 
ભારતરત્ન સચીન-લતાને ટ્વીટ કરવાનું કહેવું ખોટું છે - રાજ ઠાકરે
 
એનડીઆારએફ ઉપરાંત આર્મી અને ઍરફોર્સ બચાવમાં
 
ચમોલી
 
ઉત્તરાખંડના ચીફ સેક્રેટરીએ કહ્યું છે કે ચમોલી જિલ્લામાં આવેલા પૂરના કારણે 100-150 લોકોને જાનહાનિ થઈ હોય તેમ લાગે છે.
 
તેમણે કહ્યું કે આઇટીબીપી, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.
 
ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે ઉત્તરાખંડમાં જોષી મઠમાં દુર્ઘટના ઘટી છે. ત્યાં ત્રણ એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે, જ્યારે જાનહાનિ થવાની પણ માહિતી મળી છે. બાકીની ટીમ દિલ્હીથી એરલિફ્ટ કરવામાં આવી રહી છે. આઇટીબીપીની ટીમ પણ ત્યાં મોકલી દેવામાં આવી છે. ઉત્તરાખંડના તમામ લોકોને કહેવા માગું છું મોદી સરકાર આ ખરાબ સમયમાં તેમની સાથે ઉભી છે.
 
ભારતીય સૈન્યએ પણ પોતાના અંદાજે 600 સૈનિકોને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દીધા છે. આ ઉપરાંત ભારતીય સૈન્યએ ઉત્તરાખંડ સરકાર અને એનડીઆરએફની મદદ માટે હૅલિકૉપ્ટરને પણ તહેનાત કરી દીધા છે. ઋષિકેશ પાસેના મિલિટરી સ્ટેશનને ઍક્ટિવ કરી દેવામાં આવ્યું છે. તે લોકો પણ રાજ્યના વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહ્યા છે.
 
ભારતીય વાયુસેનાએ પણ બે એમઆઈ-17 અને એક એએલએચ ધ્રુવ ચોપર એમ કુલ ત્રણ હૅલિકોપ્ટને દેહરાદુન "રફોર્સ સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારમાં મદદ માટે તહેનાત કર્યા છે.
 
ભારતરત્ન સચીન-લતાને ટ્વીટ કરવાનું કહેવું ખોટું છે - રાજ ઠાકરે
 
બે લોકોના મૃતદેહ મળ્યા
ઉત્તરાખંડના મુખ્ય મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બાંધકામની જગ્યાએ કામ કરી રહેલાં મજૂરોના જીવ બચાવવા માટે પોલીસ, એસડીઆરએફ, આર્મી અને આઇટીબીપીના સૈનિકો કામ કરી રહ્યા છે.
 
બે લોકોના મૃતદેહ હાલ મળ્યા છે અને લોકોના જીવ બચાવવા અમે કામ કરી રહ્યા છે.