સંબંધિત સમાચાર
- લોકોએ ભાજપને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મેળવવા મત આપ્યાં હવે ખોબલે ખોબલે ભ્રષ્ટાચાર
- જાણો ગૃહમંત્રીએ સુરત પોલીસને 10 લાખનું ઇનામ આપવાની જાહેરાત કેમ કરી?
- બેટી બચાવો બેટી પઢાવોના નામે કરોડોનું કૌભાંડ : હજારો લોકો સાથે છેતરપિંડી
- અમદાવાદીઓ હવે અકળાશો, 15 એપ્રિલથી ટ્રાફિકનો ઈમેમો ફરીથી આવી રહ્યો છે
- કોંગ્રેસમાં ઉકળતો ચરુ, નવા પ્રદેશ પ્રમુખ નિમાતા વાઈસ પ્રેસિડેન્ટ મૌલિન વૈષ્ણવનું રાજીનામું
13,860 કરોડનું કાળુંનાણું જાહેર કરનારના સીએની ઠગાઈમાં ધરપકડ
અમદાવાદમાં નવરંગપુરા પોલીસે CA તહેમુલ સેઠનાની ધરપકડ કરી છે. સેઠનાની પત્નીએ જ પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. સેઠનાએ ટ્રસ્ટને નામે રૂા. 1.38 કરોડની ઉતાપત કરી હતી. CA તાહેમુલ શેઠનાની ધરપકડ જૂના છેતરપિંડીના કેસમાં કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તહેમૂલ સેઠના મહેશ શાહના CA છે જેમણે રૂા. 13860 કરોડનું કાળુનાણું જાહેર કરી સનસની ફેલાવી દીધી હતી. સાઉથ ઈન્ડિયન બેન્કના જોઈન્ટ એકાઉન્ટમાંથી પત્નીની જાણ બહાર 80 લાખ રૂપિયા અને ડિમેટ એકાઉન્ટમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. શેઠનાના પત્નીએ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પતિ સામે નોંધાવી છે. આ મુદ્દે તહેમૂલ શેઠનાની આગોતરા જામીનની અરજી પણ રદ થઈ છે.
