રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 માર્ચ 2020 (17:07 IST)

રાજકોટમાં પાપી પિતાએ સગીરાનો દેહ ચૂંથ્યો, પુત્ર જન્મ થતાં પાપ પોકાર્યું

ગુજરાતના રંગીલા શહેરમાં પિતા પુત્રીને સંબંધને શરમાવે તેવી ઘટના સામે આવી છે. આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. સરકાર એક તરફ નારી સશક્તિકરણ અને બેટી પઢાઓ બેટી બચાવોના બંડ પોકારી રહી છે. ત્યારે મુખ્યમંત્રીના જ નગરમાં કલંકિત ઘટના બની છે. 
 
16 વર્ષની સગીરો પોતાના જ પાલક પિતાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનીની ફરિયાદ રાજકોટ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ ઘટનાને સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો અને તેનું મોત પણ નીપજ્યું હતું.
 
રાજકોટ શહેરમાં રહેતી 16 વર્ષની સગીરા જોતાં સર્ગભા હોવાનું દેખાતા તેની માતા તેને હોસ્પિટલે લઇ ગઇ હતી. હોસ્પિટની તપાસમાં સગીરા સગર્ભા હોવાનું ખુલતાં માતા સ્તબ્ધ થઇ ગઇ હતી અને જ્યારે તેના જ પતિએ દુષ્કર્મ આચર્યા હોવાનું જાણ થતાં મહિલાના પગ તળેથી જાણે જમીન ખસી ગઇ હતી. મહિલાના આ બીજા લગ્ન હતા અને સગીરા પર 2 વર્ષથી તેનો પાલક પિતા જેરામ બુજાવન ચૌધરી જ શારીરિક અત્યાચાર ગુજારતો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
 
મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં પીડિત દીકરીની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે તેના પિતા તેને અને તેની પુત્રીને છોડીને જતા રહ્યા હતા બાદમાં પોતે જેરામ નેપાળી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે તાજેતરમાં જ દીકરીનું પેટ વધી જતાં પોતાને શંકા ગઈ હતી જે બાદ તબીબી તપાસ કરાવતા દીકરી ગર્ભવતી બની હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
 
ત્યારે સમગ્ર મામલે દીકરીની પૂછપરછ કરતાં તેને સમગ્ર હકીકત જણાવી હતી. મહિલા પોલીસ મથકમાં માતાએ જણાવ્યું છે કે તેની પીડિત દીકરીને હાલ ચાર માસનો ગર્ભ છે. ત્યારે તેનો સાવકો પિતા જેરામ નેપાળી બે વર્ષથી તેની દીકરી સાથે ધરાર શારીરિક સંબંધ બાંધતો હતો તો સાથે જ ધમકી આપતો હતો કે જો આવા તે કોઈને પણ કરશે તો તેને જાનથી મારી નાખશે જેના કારણે દીકરી કરી જતા આ વાત કોઈને કરી નહોતી.