Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2018 : શુ તમારો જન્મ ફેબ્રુઆરીમા થયો છે તો જાણો કેવા છો તમે

Updated: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (00:34 IST)
બહારી બ્યુટી તમને એટલી આકર્ષિત નથી કરતી જેટલુ કોઈ નિર્દોષ સીધુ અને સાચુ દિલ. પ્રેમમાં છીછરી હરકતો તમને બિલકુલ ગમતી નથી. તમે મોટાભાગે પ્રેમમાં દોસ્તી અને દોસ્તીમાં પ્રેમ શોધો છો, અને આ જ કફ્યુજનમાં બંન્નેને ઓળખી નથી શકતા. માન્યુ કે તમારો ઈંટ્યુશન પાવર ગજબનો છે પણ બસ અહીં જ તમારો ઈંટ્યુશન અને કમ્યુનિકેશન પાવર ફેલ થઈ જાય છે.

 
તમે દિલની વાત દરેકને કહેશો પણ જેને કહેવાની છે તેને નથી કહી શકતા. તમને તમારા જીવન પ્રત્યે એક જ ફરિયાદ છે કે તમે જેટલી ગહેરાઈથી ઈચ્છો છો એટલી તેની અંદર તમને મળી નથી શકતી.

તમે ખૂબ નાની-નાની વાતોને દિલથી લઈ લો છો. દરેક વાતના ત્રણ ચાર અર્થ કાઢો છો, એ જ કારણ છે કે તમે ખૂબ જ ધીમી ગતિથી પ્રગતિ કરો છો. તમારી ઈમાનદારી અને સ્પષ્ટ વ્યવ્હારના દુનિયા વખાણ કરે છે. તમે કાયમ બીજાની હેલ્પ કરવા તૈયાર રહો છો.

ફેબ્રુઆરીમાં જન્મેલા મોટાભાગે ડોક્ટર, લેખક, શિક્ષક, કમ્પ્યુટર વિશેષજ્ઞ કે નેતા હોય છે. આનાથી જુદા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તેમને ખૂબ સંઘર્ષ કરવો પડે છે. ભાગ્યના બાબતે થોડા કમનસીબ કહેવાશે. તેમને તેમની યોગ્યતા મુજબ પદ અને પૈસો મોટા ભાગે મળતો નથી, કે પછી મોડો મળે છે. ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોમાં એક વિશેષ પ્રકારનો લોભામણો અંદાજ હોય છે. પોતાની વાણીથી તેઓ મહેફીલ જીતી લે છે.

ફેબ્રુઆરી મહિનાની છોકરીઓ દેખાવમાં સામાન્ય પરંતુ પ્રખર બુદ્ધિવાળી હોય છે તેમના વ્યક્તિત્વમાં ચમક હોય છે, પરંતુ પોતે તેનાથી અજાણ હોય છે. જ્યા સુધી કોઈ તેમને તેમની ખૂબી બતાવી ન દે ત્યાં સુધી તેમને વિશ્વાસ નથી થતો. પ્રેમ બાબતે મોટાભાગે તેમની નૈયા ઝોલાં ખાય છે.

તેમનો ઈગો તેમને તેમના જીવનસાથી સમક્ષ નમતા રોકે છે, એ જ કારણ છે કે 'બ્રેકઅપ' કે પછી 'કોઈ અફેયર જ નહી' એ તેમના જીવનની હકીકત બની જાય છે. મન તેમનુ પ્રેમથી ભરપૂર હોય છે બસ તેને પ્રેમથી હેંડલ કરનારની જરૂર છે. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ જો પરણેલી છે તો પતિનો ખૂબ જ પ્રેમ મેળવે છે. આ જો થોડી સમયની સાથે ચાલે તો તેમનુ જીવન ખીલી જશે.

 
P.R
બધા ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાનુ વ્યક્તિત્વ દ્દઢ બનાવો. પોતાના આત્મવિશ્વાસને ક્યારેય કમજોર ન પડવા દેશો. સમય સાથે જરૂરી પરિવર્તન સ્વીકારી લો. જૂની વિચારધારાને ત્યાગશો તો તમારા જેવો પ્રેમાળ વ્યક્તિ કોઈ નહી. હેપી બર્થ ડે.

લકી નંબર : 4, 7, 9
લકી કલર : વ્હાઈટ,બેબી પિંક, રાણી
લકી ડે : સેટરડે, થર્સ ડે
લકી સ્ટોન ; એમરલ્ડ, એમોથિસ્ટ

સલાહ - છોડ અને સૂર્યને પાણી ચઢાવો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

શેરબજારમાં તેજીનો સિલસિલો યથાવત! સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300ની નજીક; આ દિગ્ગજ શેર બન્યા મોટા ગેનર

મુંબઈના પરેલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તણાવ, ઈદ-એ-મિલાદના જુલૂસ દરમિયાન થયો વિવાદ

Nepal Flood Live Updates - નેપાળમાં પૂરથી 160 થી વધુ લોકોના મોત, 750 થી વધુ ગુમ; હેલ્પલાઇન નંબર જાહેર

ફ્લેશ ફલડ શું હોય છે ? કેમ પર્વતો પરથી અચાનક આવે છે વિનાશનું પૂર

નેપાળમાં આવેલા પુરમાં ઓછામાં ઓછા 105 ભારતીય પર્યટક થયા ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર

આગળનો લેખ
Show comments