ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : સોમવાર, 29 જાન્યુઆરી 2018 (10:10 IST)

29 જાન્યુઆરીનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (29/01/2018)

મેષ-આપ શહેર તેમજ લોકોમાં નામના મેળવી શકશો . આપને ધનપ્રાપ્તિ થઇ શકે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. વાહન સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. આપ ચર્ચા-વિચારણામાં ભાગ લઇ શકશો પણ તેમાં આપે સમાધાનકારી બનવું જોઇએ. વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

વૃષભ- આપ શારિરીક અને માનસિક સ્વસ્થતા મેળવી શકશો તેમજ કામને યોજના પ્રમાણે પૂરા કરી શકશો. નાણાંકીય લાભ થઇ શકે. શારિરીક રીતે અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળથી સારા સમાચાર મળશે. ઓફિસમાં સહકર્મચારીઓ આપને સહકાર આપશે આપના વિલંબમાં પડેલા કાર્યો પુરા થશે.

મીથુન-આજે નવા કાર્યોની શરૂઆત કરશો નહીં, સમય અનુકૂળ નથી. ગણેશજીની સલાહ છે કે જીવનસાથી તેમજ સંતોનોના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ચર્ચા દરમિયાન માનહાનિ થઇ શકે. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થઇ શકે. શરીર અને મનમાં અજંપો રહે અને ઉત્સાહનો અભાવ વર્તાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

કર્ક-આ૫નામાં આજે આનંદ અને સ્‍ફૂર્તિનો અભાવ રહેશે. મનમાં ખિન્‍નતા છવાયેલી રહે. છાતીમાં દર્દ કે કોઇ વિકારથી તકલીફ થાય. કુટુંબીજનો તથા સ્‍નેહીઓ સાથે મનદુ:ખ અને વાદવિવાદ થાય. અનિદ્રા સતાવે. જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તે જોવું. ધન ખર્ચ થાય. જળાશય પાસે ન જવું હિતાવહ છે.

સિંહ-આજના દિવસે આ૫ શરીરમાં તાજગી અને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ કરશો. સહોદરો સાથે વધુ ઘનિષ્‍ઠતાનો અનુભવો. મિત્રો સ્‍વજનો સાથે નાનકડું ૫ર્યટન કે પ્રવાસ થાય. આર્થિક લાભ મળે. પ્રીય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે. ભાગ્‍યવૃદ્ઘિના પ્રબળ યોગ છે. નવા કાર્યો કે આયોજનો હાથ ધરવા માટે અનુકૂળ દિવસ છે. સંગીતકલા પરત્‍વે વિશેષ રૂચિ રહે.

કન્યા-૫રિવારમાં સુખશાંતિ અને કુટુંબીજનો સાથે આનંદ આજના દિવસને ખુશહાલ બનાવશે. આજે આપની મધુરવાણીના કામણ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે. પ્રવાસની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન સાથે ભાવતાં ભોજન મળશે. આયાત- નિકાસના વેપારમાં સારી સફળતા મળે. આરોગ્‍ય સારું રહે. ૫રંતુ વાદવિવાદ કે ચર્ચામાં ઉગ્ર વલણ ન રાખવાની

તુલા-આજે આ૫ની રચનાત્‍મક શક્તિઓ પ્રગટ થશે. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરશો. વૈચારિક દૃઢતાથી આ૫ના કાર્યો સફળ બનશે. અલંકાર, વસ્‍ત્રો, મોજશોખના સાધનો તેમજ મનોરંજન પાછળ આજે નાણાં ખર્ચશો. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તથા પ્રીયજન સાથેનું સાનિધ્‍ય રોમાંચક અને આનંદદાયક રહેશે.

વૃક્ષિક-આજના દિવસમાં મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થશે. જો કે આરોગ્‍ય વિષેની ફરિયાદ રહે. મનની ભીતરમાં ‍ચિંતાની લાગણી રહે. અકસ્‍માતથી સંભાળવું. કુટુંબીજનો, સગાસંબંધીઓ સાથે ગેરસમજ કે અણબનાવ થાય. કોર્ટ કચેરી સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી. દરેક બાબતમાં સંયમિત વલણ અનર્થોમાંથી ઉગારી લેશે.

ઘન-આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળવા સાથે આપના પારિવારિક જીવનમાં પણ સુખ સંતોષની લાગણી અનુભવશો. આવકમાં વૃદ્ઘિ અને વેપારધંધામાં લાભ મળશે. મનગમતા પાત્ર સાથે સુખદ ક્ષણો વીતશે. મિત્રો સાથે રમણીય સ્‍થળે ૫ર્યટનનું આયોજન થાય. અ૫રિણિતો માટે લગ્‍નયોગ ઉભા થાય. ૫ત્‍ની તથા પુત્ર દ્વારા લાભ પ્રાપ્તિની શક્યતા છે.

મકર-વ્‍યવસાયક્ષેત્રે ધન, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થશે. વેપાર અર્થે દોડધામ અને ઉઘરાણી માટે થતા પ્રવાસથી લાભની શક્યતા રહે. ઉચ્‍ચ હોદ્દેદારો ખુશ થતાં બઢતીના સંજોગો ઉભા થાય. સરકાર તથા મિત્ર સંબંધીઓથી ફાયદો થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ અનુભવાય. સંતાનોની પ્રગતિ આપનામાં સંતોષની લાગણીનો અહેસાસ કરાવશે.

કુંભ- તબિયતમાં અસ્‍વસ્‍થતા રહેવા છતાં આ૫ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે કામ કરવાનો ઉત્‍સાહ ઓછો રહેશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓથી સંભાળવું ૫ડશે. મોજશોખ તેમજ હરવા- ફરવા પાછળ ધનખર્ચ થાય. સંતાનો અંગે ચિંતા રહે. હરીફો સાથે ચર્ચામાં ન ઉતરવું. વિદેશથી સમાચાર મળે.

મીન-આપને આકસ્મિક ધનલાભનો યોગ જુએ છે. માનસિક- શારીરિક શ્રમના કારણે આરોગ્‍ય બગડે. શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર ૫કડે. ખર્ચનું પ્રમાણ વધશે. જળાશયથી દૂર રહેવામાં સલામતી છે. વિલ વારસા સંબંધી લાભ થાય. અનૈતિક કામવૃત્તિ પર સંયમ રાખવો. ઇશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારો આ૫ના કષ્‍ટને હળવા કરશે.