Dharma Sangrah
✕

કોટા - અગાશી પર કપડા સુકવવા ગઈ મહિલાના ખભા પર આવી બેસ્યો વાંદરો, ગભરાઈ જતા આવ્યો હાર્ટ અટેક, થયુ મોત

Updated: ગુરુવાર, 19 નવેમ્બર 2026 (15:02 IST)
monkey attack
રાજસ્થાનના કોટામાંથી એક ચોંકાવનારી અને દુ:ખદ ઘટના સામે આવી છે. વાંદરાઓના હુમલામાં 28 વર્ષીય પરિણીત મહિલાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ રેણુ ભટ્ટ તરીકે થઈ છે, જે કાંસુઆ વિસ્તારના જગાંવ મોહલ્લાની રહેવાસી છે, જેને 6 વર્ષની પુત્રી પણ છે.
ALSO READ: Vivo Y32 5G: Vivo નો 5G સ્માર્ટફોન ઓછી કિંમતે ઉપલબ્ધ થશે, જેની બેટરી લાઈફ 37 કલાકની હશે. જાણો તેની સુવિધાઓ વિશે.

એક વાંદરો કૂદીને સીધો તેના ખભા પર બેસી ગયો

 
આ ઘટના સોમવારે બપોરે બની હોવાનું કહેવાય છે. રેણુ કપડાં સૂકવવા માટે તેના ઘરની અગાશી પર ગઈ હતી. અચાનક વાંદરાઓનું એક ટોળું દેખાયું. રેણુ કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં, એક વાંદરો કૂદીને સીધો તેના ખભા પર બેસી ગયો. આ અચાનક થયેલા હુમલાથી રેણુ ગભરાઈને બેહોશ થઈ ગઈ. 
ALSO READ: વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

પરિવારજનો રેણુને હોસ્પિટલ લઈ ગયા

 
બૂમાબૂમ અને ચીસો સાંભળીને, પરિવાર તાત્કાલિક અગાશી પર દોડી ગયો અને ગભરાયેલી રેણુને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી. મૃતકના ચહેરા અને પીઠ પર વાંદરાના પંજાના નિશાન પણ મળી આવ્યા. પ્રાથમિક તપાસ મુજબ, ગભરાટના કારણે મહિલાને સાયલંટ અટેક આવ્યો હતો. રેણુનું તબિયત અચાનક બગડતા તેનુ મોત થયું હતું.
ALSO READ: 'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

જયપુરના રામગંજ વિસ્તારમાં વાંદરાઓના આતંકથી એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જયપુરના રામગંજ વિસ્તારમાં સુશીલા નામની એક મહિલાએ વાંદરાના હુમલાથી બચવા માટે અગાશી પરથી કૂદી જતા મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ, કોટા શહેરમાં વાંદરાઓના વધતા ત્રાસનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કાનસુઆ વિસ્તારમાં વાંદરાઓની સમસ્યા અંગે અગાઉ ફરિયાદો મળી હોવાના અહેવાલ છે. હવે, જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા આ ​​મામલે આગળ કાર્યવાહી કરશે કે નહીં.

વધુ જુઓ..

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

હાઈ બ્લડ પ્રેશરવાળાના ઘરમાં જરૂર હોવી જોઈએ આ 6 વસ્તુઓ, બીપી કંટ્રોલ કરવામાં મળશે મદદ

વધુ જુઓ..

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

આગળનો લેખ
Show comments