મંગળવાર, 10 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 7 ફેબ્રુઆરી 2026 (14:27 IST)

VIDEO: બેટિંગ દરમિયાન ક્રિકેટ ખેલાડીનુ હાર્ટ અટેકથી મોત, મેચ ચાલી રહ્યુ હતુ લાઈવ ટેલિકાસ્ટ

Cricketer dies of heart attack
Cricketer dies of heart attack
મહારાષ્ટ્રના રત્નાગિરી જીલ્લાના ચિંચખારી વિસ્તારમાંથી એક ખૂબ જ દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી એક સ્થાનીક ક્રિકેટ મેચ દરમિયાન રમી રહેલ ખેલાડીની પિચ પર જ અચાનક હાર્ટ અટેક આવવાથી મોત થઈ ગયુ.  આ સમગ્ર ઘટના એ સમયે થઈ જ્યારે મેચનુ લાઈવ બ્રોડકાસ્ટ હાલી રહ્યુ હતુ અને કેમરા ચાલુ હતો.  
 
પ્રત્યક્ષદર્શીઓના મુજબ મેચ દરમિયાન પ્રવિણ સંમ્પૂર્ણ રીતે  સામાન્ય જોવા મળી રહ્યા હતા. તે અંપાયરની પાસે ઉભો હતો ત્યારે અચાનક એક ક્ષણમાં જ જમીન પર પડ્યા. શરૂઆતમાં લાગ્યુ કે કદાચ ચક્કર આવ્યા છે. પણ થોડી જ સેકંડમાં સ્થિતિ ગંભીર થઈ ગઈ. મેદાન પર હાજર ખેલાડી અંપાયર અને આયોજક તરત તેમની તરફ દોડ્યા અને મદદની કોશિશ કરવામાં આવી. 

 
 ઘટના બાદ તરત જ પ્રવીણને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રારંભિક માહિતી મુજબ, મૃત્યુનું કારણ હાર્ટ અટેક  છે.
 
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે રમત દરમિયાન અકસ્માત કેવી રીતે થયો.
 
મૃતક ખેલાડીની ઓળખ પ્રવીણ પવાર તરીકે થઈ છે. પ્રવીણ રત્નાગિરી શહેર અને આસપાસના વિસ્તારોમાં એક જાણીતો ક્રિકેટર હતો અને સ્થાનિક ક્રિકેટ સર્કિટમાં તેની સારી પ્રતિષ્ઠા હતી. તે લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યો હતો અને ઘણી ટુર્નામેન્ટમાં તેણે પોતાની પ્રતિભા દર્શાવી હતી.