'પાપા પ્રણામ' U19 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ વૈભવ સૂર્યવંશીનુ ઈમોશનલ રિએક્શન થયુ વાયરલ
Vaibhav Suryavanshi Emotional Video Call With Father: ભારતે ઈગ્લેંડ વિરુદ્ધ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં શુક્રવારે રમાયેલ અંડર 19 વર્લ્ડ કપ 2026 ના ખિતાબી મુકાબલો 100 રનથી જાત્યો. આ સાથે જ ભારત છઠ્ઠી વાર વિશ્વ ચેમ્પિયન બન્યુ. ભારતને ખિતાબ જીતવામાં ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનુ મહત્વનુ યોગદાન રહ્યુ. જેમણે 175 રનની રમત રમી. ટ્રોફી જીત્યા બાદ વૈભવ સૂર્યવંશીએ જણાવ્યુ કે ટીમ છેલ્લા 7-8 મહિનાથી આ માટે મહેનત કરી રહી હતી.
ખિતાબી મુકાબલામાં ભારતના ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 80 બોલમા 15 ચોક્કા અને એટલી જ સિક્સર સાથે 175 રનની રમત રમતા અનેક રેકોર્ડ્સ તોડ્યા. આ શાનદાર પ્રદર્શન માટે તેમને 'પ્લેયર ઓફ ધ મેચ' સાથે 'પ્લેયર ઓફ ધ સીરીઝ' પણ આપવામાં આવ્યુ.
'પાપા પ્રણામ', રિકેશન હવે વાયરલ
જીત થયા બાદ રાજસ્થાન રૉયલ્સના સોશિયલ મીડિયા હૈંડલે એક ઈમોશનલ ક્ષણ શેયર કરી. જેમા સૂર્યવંશી ટ્રોફી પકડતા વીડિયો કૉલ કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે, પાપા પ્રણામ ... આ રિએક્શન હવે વાયરલ થઈ રહ્યુ છે.
આ પહેલા વર્લ્ડ કપ જીત્યા બાદ વૈભવ સૂર્યવંશીએ કહ્યુ, "હુ મારી ભાવનારોને શબ્દોમાં બતાવી નથી શકતો. છેલ્લા 7-8 મહિનાથી જે રીતે સમ્પૂર્ણ ટીમે મહેનત કરી છે અને અમારો સપોર્ટ સ્ટાફ જે લાંબા સમયથી અમારી સાથે છે, જે હંમેશા ખાતરી કરે છે કે અમે ફિટ રહીએ, હુ આ પુરસ્કાર તેમને સમર્પિત કરવા માંગુ છુ."
તેમણે કહ્યું, "અમે વધારે દબાણ લીધું ન હતું. અમે ફક્ત વિચાર્યું હતું કે અમે અમારી કુદરતી રમત રમીશું, જે પ્રક્રિયા અમે ટુર્નામેન્ટમાં સારી રીતે કરી હતી તે જ પ્રક્રિયાને અનુસરીને. અમારી તૈયારીઓ સતત સારી રહી છે, ફક્ત એશિયા કપ દરમિયાન જ નહીં, પરંતુ છેલ્લા 8-9 મહિનામાં. ફક્ત ખેલાડીઓ જ જાણે છે કે અમે તે સમય દરમિયાન કેટલી મહેનત કરી છે. મને મારી કુશળતા પર વિશ્વાસ હતો અને હું મોટી મેચોમાં યોગદાન આપી શકું છું, અને આજે મેં તે જ જોયું."
હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી મેચમાં, ભારતે 9 વિકેટ ગુમાવીને 411 રન બનાવ્યા. જવાબમાં, ઇંગ્લેન્ડ 40.2 ઓવરમાં 311 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઇંગ્લેન્ડ તરફથી કેલેબ ફોકનરે 115 રનની ઇનિંગ રમી, પરંતુ ટીમને શરમજનક હારથી બચાવી શક્યો નહીં.