Daily Horoscope
✕

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ઈમેલ પર ધમકી: 1:11 વાગે બ્લાસ્ટની ચેતવણીથી વાલીઓમાં દોડધામ

Updated: મંગળવાર, 27 ઑક્ટોબર 2026 (11:35 IST)
ahmedabad bomb threat
 
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ તેમજ ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ અને સી.એન. વિદ્યાલયને ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ વિધ્યાર્થીઓના વાલીઓમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ચિંતિત વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને તાબડતોબ શાળાએ પહોંચી ગયા હતા.
ALSO READ: શેરબજાર સુસ્ત ખુલ્યું, સેન્સેક્સ 225 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી 62 પોઈન્ટ ઘટ્યો; ટાટા કન્ઝ્યુમર અને અન્ય શેરોમાં તેજી

ઈમેલમાં 1:11 વાગે બ્લાસ્ટ અને દિલજીતના કોન્સર્ટનો ઉલ્લેખ

આ ધમકીભર્યો ઈમેલ ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઈમેલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે બપોરે exact 1:11 વાગે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, ઈમેલમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજના આગામી કોન્સર્ટનો પણ ઉલ્લેખ કરીને વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને આ કોન્સર્ટમાં ન મોકલે.
 

સુરક્ષા એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે સઘન ચેકિંગ

ધમકીની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ કાફલો, સેક્ટર અધિકારીઓ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સુરક્ષા દળોએ શાળાઓના સમગ્ર પરિસર, વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ એરિયાને સીલ કરી કોર્ડન કરી લીધા હતા. તકેદારીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી.
 

તપાસમાં શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ

સુરક્ષા એજન્સીઓ દ્વારા કલાકો સુધી ચલાવવામાં આવેલા સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન દરમિયાન સદ્ભાગ્યે કોઈ પણ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ ધમકી માત્ર એક ફેક અથવા અફવા (હોક્સ ઈમેલ) હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. તેમ છતાં, પોલીસે ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સ કે સંગઠનનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને વધુ કાયદાકીય તપાસ તેજ કરી છે.

ALSO READ: Hyundai એ રજુ કરી નવી SUV Bayon, કાર AI આસિસટેંટ, સનરૂફ અને Bose સાઉંડ સિસ્ટમ જેવા ફીચર્સ સાથે, કિમંત 10 લાખથી ઓછી

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments