Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલ્પેશ ઠાકોરને ભાજપ પેટાચૂંટણીમાં ટીકિટ આપશે એવા સંકેત

શનિવાર, 21 સપ્ટેમ્બર 2019 (12:19 IST)
અલ્પેશ ઠાકોર ભાજપમાંથી ટિકિટની જાહેરાત પૂર્વે જ રાધનપુરમાં પ્રચાર કરે છે તેવી વાત વહેતી થઇ હતી, પરંતુ આ મુજબનો આદેશ પહેલેથી જ તેને પક્ષ તરફથી આપી દેવાયો હતો. રાધનપુરમાંથી જ લડવા માટે અલ્પેશ ઠાકોર ફાઇનલ થઇ જશે તેવો ઇશારો ભાજપે આજે આપ્યો છે. શનિવારે રાધનપુર બેઠક માટે બોલાવાયેલી પાર્ટી મિટિંગમાં અલ્પેશને હાજર રહેવા આદેશ થયો છે.

આ મિટિંગમાં બેઠકના ઇન્ચાર્જ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના મહામંત્રી કે સી પટેલ અને પાટણ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પણ હાજર રહેશે. ભાજપમાંથી સૂત્રોએ જણાવ્યું કે અલ્પેશ માટે અધિકૃત રીતે પાટણમાં પક્ષની આ પહેલી બેઠક હશે અને અહીં તેમને હાજર રાખવા માટેનો ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ છે કે તે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે પરિચય કેળવી લે. અલ્પેશને અન્ય બેઠક પરથી લડાવવાની વાતોએ પણ જોર પકડ્યું હતું પરંતુ આ બેઠક પરથી નક્કી થઇ ગયું છે કે, અલ્પેશને ભાજપના રાધનપુર અને પાટણના સ્થાનિક સંગઠનથી પરિચિત કરાવવા માટે જ આ આખોય કાર્યક્રમ યોજાશે.કાર્યકર્તા સંમેલનમાં આ સાથે કાર્યકર્તાઓને બુથ લેવલે કરવાની થતી કામગીરીની વહેંચણી પણ આ જ સમયે કરી દેવામાં આવશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- થયું મજેદાર

ગુજરાતી જોક્સ - દારૂડિયા કોને કહેવાય

ગુજરાતી જોક્સ - લગ્ન પછી

Monsoon Travel: વરસાદી પ્રવાસનું આયોજન કરી રહ્યા છો? દક્ષિણ ભારતનું આ હિલ સ્ટેશન ચોમાસા દરમિયાન સૌથી સુંદર હોય છે.

ગુજરાતી જોક્સ - પતિ- પત્નીને - તુ બજારમાંથી ફ્રૂટ લઈ આવી

આગળનો લેખ
Show comments