Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રતિબંધ માટે સરકારી પરિપત્ર છતાંય ગાંધીનગરની કોલેજે વિદ્યાર્થીઓને PUBG ગેમ રમાડી

સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (15:45 IST)
સરકારે એક પરિપત્ર બહાર પાડી સ્કૂલ-કોલેજના બાળકો PUBG ગેમ ન રમે તે અંગે સંચાલકોને તાકીદ કરી હતી.  જોકે, સરકારના આ પરિપત્રને ગાંધીનગરની એક કોલેજ ઘોળીને પી ગઈ છે.  આ કોલેજે તો તેમના વિદ્યાર્થીઓને કોલેજમાં જ પબજી ગેમ રમાડી!મળતી માહિતી પ્રમાણે ખાતરજ ખાતે આવેલી આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે તેના 150 વિદ્યાર્થીઓને પબજી ગેમ રમાડી હતી. કોલેજ તરફથી આ ગેમનો પ્રોત્સાહન આપવામાં આવતા એક સામાજીક કાર્યકરે આ અંગે સરકારને પત્ર લખ્યો છે. સામાજીક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગૃહમંત્રી, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને આ અંગે અરજી કરી છે.અરજીમાં કાર્યકરે આરોપ લગાવ્યો છે કે આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે પબજી ન રમવા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાને બદલે વિધાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે. સામાજીક કાર્યકરે તેમની અરજીમાં કોલેજ સંચાલક અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે, જે ગેમનુ દુષણ વિધાર્થીઓને હેરાન કરે છે તે જ દુષણને કોલેજ પ્રોત્સાહન આપી રહી છે. આવી ભુલ બીજી કોઈ કોલેજ ન કરે તે માટે કડક પગલા લેવા જરૂરી છે. સામાજીક કાર્યકરની આ અરજી પર સરકાર કેવા પગલાં ભરે છે એ તો હવે આગામી સમય જ બતાવશે, પરંતુ એક વાત નક્કી છે કે પરિપત્ર બહાર પાડવામાં જેવો ઉત્સાહ બતાવવામાં આવે છે તેવો તેનો અમલ નથી થઈ રહ્યો.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

ગુજરાતી જોક્સ - આળસી

ગુજરાતી રમૂજી જોક્સ- ઓપરેશન

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

આગળનો લેખ
Show comments