બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (15:37 IST)

ભક્તોની લાગણી દુભાશેઃ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 638 મંદિરોમાં લૂંટ અને ચોરીના બનાવો નોંધાયા

સામાન્ય રીતે ગુજરાતમાં લૂંટના બનાવોએ તો માજા મૂકી હોય એમ રોજે રોજ  આવી ઘટનાઓ બને છે. ચોરો ઘર અને દુકાનને તો પોતાનુ નિશાન બનાવે છે. એટલું જ નહીં ચોરો ભગવાનને પણ છોડતા નથી. હવે ચોરોને ઘર અને દુકાનો કરતા મંદિરોમાં ચોરી કરવામાં વધારે રસ હોય એવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 638 મંદિરોમાં ચોરી,લૂંટ થઇ છે. આ એજ દર્શાવે છે કે, ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતી કેવી છે. રાજ્યમાં ચોરી,લૂંટ,ઘાડના કિસ્સા વધી રહ્યાં છે.પણ હવે તસ્કરોએ મંદિરોને ટાર્ગેટ બનાવ્યા છે. આ વાત ખુદ સરકારે પણ સ્વિકારી છે. 
વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી છેકે, વર્ષ 2014-15થી માંડીને વર્ષ 2017-18 સુધીમાં મંદિરોમાં ચોરી થઇ હોય તેવી કુલ ૬૧૪ ઘટનાઓ બની છે. આ ઉપરાંત મંદિરોમાં લૂંટ થઇ હોય તેવી 13 કિસ્સા બન્યાં છે. પાંચ વર્ષના શાસનકાળમાં 11 મંદિરોમાં ધાડ પડી હતી. આમ,કુલ મળીને મંદિરોમાં ચોરી,ધાડ અને લૂંટ થયાની 638 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. મંદિરોમાં 634 ચોરી,લૂંટ અને ધાડની ઘટનાઓ બની તેમાં તસ્કરો રૃા.64,84,336 રોકડ લઇ ગયા હતા જયારે રૃા.2,66,24,845ની રકમનો મુદ્દામાલ પણ ઉઠાવી ગયા હતાં. 
ચોરોએ મંદિરોમાં સોના ચાંદીની મૂર્તિ,ઘરેણાં ઉપરાંત દાનપેટી સુધ્ધાની ચોરી કરી હતી. સરકારે દાવો કર્યો છે કે,મંદિરોમાં ચોરી,લૂંટની ઘટનાઓમાં પોલીસે કુલ મળીને 511 તસ્કરોની અટકાયત કરી છે. ભાજપના શાસનમાં પોલીસ મંદિરોની સુરક્ષા કરવામાં ય સરેઆમ નિષ્ફળ ગઇ છે તે વાત પ્રસ્થાપિત થઇ છે.