Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યસભાની ચૂંટણી અગાઉ શંકરસિંહની NCPમાં ડખા : કાંધલ જાડેજા ભાજપને મત આપશે

બુધવાર, 18 માર્ચ 2020 (13:33 IST)
રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે ફરી એકવાર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને જ મત આપશે. આ તરફ,મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાથી ગુજરાત એનસીપીના વડા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કર્યુ છેકે, રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપી કોંગ્રેસના ઉમેદવારની સાથે રહેશે. જો કાંધલ જાડેજા પક્ષના વ્હિપનો અનાદર કરશે તો,પક્ષ કાર્યવાહી કરશે.આમ,રાજ્યસભાની ચૂંટણી પહેલા જ એનસીપીમાં અંદરોઅંદર ડખાં ઉભા થયા છે. 
રાજ્યસભાની ચૂંટણીમાં એક એક મત માટે રાજકીય ગોઠવણો પડી રહી છે ત્યારે આજે એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. આ  મુલાકાત બાદ કાંધલ જાડેજાએ સ્પષ્ટ કહ્યું કે, મારા કુતિયાણા મત વિસ્તારના કામોને આગળ ધપાવવા માટે ભાજપને મત આપીશ.
કાંધલ જાડેજાના આ નિર્ણયને પગલે કોંગ્રેસની વધુ એક આશા પર પાણી ફરી વળ્યુ છે. સાથે સાથે એનસીપી-ગુજરાતના વડા શંકરસિંહ વાઘેલાના આદેશનો ય અનાદર કરશે કેમકે,શંકરસિંહ વાઘેલા સ્પષ્ટ કરી ચૂક્યાં છેેકે, રાજ્યસભાની ચૂંટણીમા એનસીપી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપશે.  
હવે જયારે કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યોનુ સંખ્યાબળ છે ઉપરાંત અપક્ષ ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીનો ય સાથ મળશે તે જોતાં અત્યારે 69 ધારાસભ્યોના મત આધારે રાજ્યસભાની બે બેઠકો જીતવી આસાન નથી. જો બીટીપીના બે ધારાસભ્યો કોંગ્રેસને મત આપે તો હજુય ઉજળી તક છે. આ તકને જોતાં ભાજપે અત્યારે એનસીપીનો એક મત મેળવીને ખેલ પાડી દીધો છે.હવે ભાજપની નજર બીટીપીના બે ધારાસભ્યો પર મંડાઇ છે.
એનસીપીના વડા શંકરસિંહ વાઘેલાએ એવી પ્રતિક્રિયા આપી છેકે, જો કાંધલ જાડેજા પક્ષ વિરૂધૃધ મત આપશે તો પક્ષ જરૂરી કાર્યવાહી કરશે. પક્ષ કોંગ્રેસના ઉમેદવારને મત આપવા મેન્ડેટ આપશે. એવુ ય અનુમાન છેકે, પક્ષના અનાદર બદલ કાંધલ જાડેજાને એનસીપીમાં સસ્પેન્ડ કરાશે. અત્યારે શરદ પવાર સહિતના નેતાઓના દબાણથી કાંધલ જાડેજાને મનાવવા નિષ્ફળ પ્રયાસો થઇ રહ્યાં છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

દિપેશ્વરી માતાનું મંદિર

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

આગળનો લેખ
Show comments