Daily Horoscope
✕

ઈ-સંજીવની એપ” નો ગુજરાતમાં પ્રારંભ, એપ ડાઉનલોડ કરી મેળવો તજજ્ઞ ડોક્ટરની વિનામુલ્યે સેવા

Updated: મંગળવાર, 20 જુલાઈ 2021 (19:58 IST)
દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી લોકો ઘરે બેઠાં સારવાર મેળવી શકે તેવા શુભઆશયથી ભારત સરકાર દ્વારા દેશના અનેક રાજ્યોમાં ઈ-સંજીવની ઓપીડી કાર્યરત કરવામાં આવેલ છે. ગુજરાતમાં પણ આ સેવાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ ઈ-સંજીવની ઓપીડી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર માટે મહત્તમ લાભદાયી નિવડશે. આ મોબાઇલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દર્દી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઇલાજમાં વધુ અસરકારકતા આવશે.
 
ખાસ કરીને દૂરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરે બેઠાં જ સારવાર  થઇ શકશે. સારવાર માટે PHC / CHC / સરકારી હોસ્પિટલ કે દવાખાને જવું જ પડે એવી સ્થિતિમાંથી હવે લોકોને મુકિત મળશે. એટલું જ નહિ, આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત-તજજ્ઞ તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ફોન પર પ્રાથમિક નિદાન અને સારવાર અને જાણકારી આપતી આ સેવા આધુનિક ટેકનોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે. આ તમામ સેવા ગુજરાત સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે.
 
ઈ-સંજીવની ઓપીડી એપ ડાઉનલોડ કરી તેનો ઉપયેાગ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઇલમાં પ્લે સ્ટોર ઉપર ક્લિક કરો. ત્યારબાદ સર્ચમાં જઇ ઈ-સંજીવની ઓપીડી એપ ટાઇપ કરી ઈ-સંજીવની ઓપીડી એપ સ્ક્રીન પર દેખાતા ઇન્સ્ટોલ બટન દાબી એપને ડાઉનલોડ કરો. આ એપ ડાઉનલોડ કર્યા પછી ઓપન બટન ઉપર ક્લિક કરી, ડોક્ટરને કન્સલ્ટ કરવા નીચે મુજબના પગલાંને અનુસરો.
 
 
• રજીસ્ટ્રેશન માટે ફોર્મમાં જરૂરી વિગતો ભરો, તમારો મોબાઈલ નંબર વેરિફાય કરો.
• રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી ટોકન જનરેટ થાય છે.
• ત્યારબાદ લોગીન થાવ.
• ડૉકટરને કન્સલ્ટ કરવા તમારો વારો આવશે.
• ડૉકટરને કન્સલ્ટ કર્યા પછી દવાનું પ્રિસ્ક્રીપ્સન જનરેટ થાય છે. તે ડાઉનલોડ કરો. 
 
 આમ આ એપના માધ્યમથી ઘેર બેઠા તજજ્ઞ ડૉકટર દ્વારા સારવારનો લાભ મેળવીએ અને તંદુરસ્તર રહીએ

વધુ જુઓ..

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments