Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારે વરસાદને કારણે GPSCની 34 કેડરની પરીક્ષા મોકૂફ, નવી તારીખ જાહેર

Updated: શુક્રવાર, 31 જુલાઈ 2026 (17:25 IST)
GPSC exam
ગુજરાતમાં હાલ 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા શનિવાર, 1 ઓગસ્ટ 2026 ના રોજ યોજાનારી 34 કેડરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ALSO READ: છોટાઉદેપુર ભારે વરસાદ: નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર, વાહનવ્યવહાર ઠપ
 
ઉમેદવારોના હિતમાં લેવાયો નિર્ણય, સોશિયલ મીડિયા પર આપી જાણકારી વરસાદી માહોલના કારણે પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે તેમ હોવાથી વિવિધ માધ્યમો દ્વારા ઉમેદવારો તરફથી રજૂઆતો કરવામાં આવી હતી. ઉમેદવારોના બહોળા હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આયોગે સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરીને પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

ALSO READ: અમદાવાદ, વડોદરા અને નવસારીમાં અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે મોટો નિર્ણય: શૈક્ષણિક સંસ્થાઓ બંધ, કલેક્ટર્સને વિશેષ સત્તા આપી તંત્ર સજ્જ
 
હવે 9 ઓગસ્ટે યોજાશે પરીક્ષા GPSC દ્વારા મોકૂફ રાખવામાં આવેલી આ તમામ 34 કેડરની પરીક્ષાઓની નવી તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. મોકૂફ રહેલી આ પરીક્ષાઓ હવે આવતા રવિવારે એટલે કે 9 ઓગસ્ટ 2026 ના રોજ યોજવામાં આવશે, જેથી ઉમેદવારોએ તે મુજબ તૈયારી રાખવાની રહેશે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

RAMAYANA TRAILER - રણવીર-સાંઈ અને યશ જ નહી, 'રામાયણ' ટ્રેલરમાં રાજા દશરથથી લઈને શૂર્પણખા સુધી દરેક પાત્રએ છોડી છે ઊંડી છાપ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - 3 પ્રિય શબ્દો કયા છે?

ગુજરાતી જોક્સ - શનિવાર કે

અભિનેત્રી કરિશ્મા તન્નાએ 42 વર્ષની ઉંમરે ગુરુ પૂર્ણિમાના દિવસે પુત્રને જન્મ આપ્યો.

આગળનો લેખ
Show comments