છોટાઉદેપુર ભારે વરસાદ: નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર, વાહનવ્યવહાર ઠપ
chhota udipur rain
અતિભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે, ચેકડેમ ફરી છલકાયો છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં તે ફરી બે કાંઠે વહેતી થઈ છે. આ સાથે જ છોટાઉદેપુર નગરપાલિકાનો ચેકડેમ ચાલુ ચોમાસામાં બીજી વખત સંપૂર્ણપણે છલકાઈ જતાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નેશનલ હાઈવે 56 પર પાણી ફરી વળતાં વાહનચાલકો અટવાયા
એક તરફ જળસંચયથી ખુશી છે, તો બીજી તરફ ભારે વરસાદે મુશ્કેલીઓ પણ વધારી છે. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતા મહત્વના નેશનલ હાઈવે નંબર 56 પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં બંને તરફનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને રાહદારીઓ તથા વાહનચાલકો પાણી ઓસરવાની રાહ જોઈને અટવાઈ પડ્યા છે.\
૩. નસવાડી પંથકમાં અશ્વિન નદીમાં ઘોડાપૂર, જલારામ મંડળ વિસ્તારમાં ગળાડૂબ પાણી સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે નસવાડી પંથકની અશ્વિન નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. નદીના રોદ્ર સ્વરૂપના કારણે નસવાડીના જલારામ મંદિર વિસ્તાર સહિત ગામના નીચાણવાળા ભાગોમાં ગળાડૂબ પાણી ઘૂસી ગયા હતા. ગામમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
પૂરમાં વાલપુરનો યુવક ફસાયો, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
અશ્વિન નદીમાં આવેલા આ પૂરમાં વાલપુર ગામનો એક યુવક પાણીના તેજ પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હોવાના અહેવાલ મળ્યા છે. યુવકને સુરક્ષિત બહાર લાવવા માટે તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે વહીવટી તંત્ર પૂરેપૂરું એલર્ટ થઈ ગયું છે અને નાગરિકોને સાવચેત રહી સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
Flash flood crisis escalates in Chhota Udaipur's Naswadi as the Ashwin River overflows after heavy downpours. Visuals show a local youth trapped on a wall near the Eidgah Dargah. With water levels aggressively rising.
— Yogendra Singh Rajput (@yogirajput12) July 31, 2026
VC:IANS pic.twitter.com/lbkQQdl48t
