Biodata Maker
✕

ગુજરાતની છ બેઠકોમાંથી ખેરાલુ બેઠક ભાજપને ફાળે, અલ્પેશ અને ધવલસિંહનું પિલ્લુ વળી ગયું

Updated: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (12:06 IST)
રાજ્યની 6 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક રૂઝાનમાં 6 બેઠકોમાંથી કોંગ્રેસ 3 બેઠકો પર અને ભાજપ 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે એક બેઠક પર ભાજપની જીત થઇ છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમદેવાર અજમલજી ઠાકોરની જીત થઇ છે. તેઓ 25414 મતથી જીત્યા છે. કોંગ્રેસ રાધનપુર, બાયડ અને અમરાઈવાડી બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપ લુણાવાડા અને થરાદ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. બાયડમાં 19મા રાઉન્ડમાં પણ ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યાં છે. આ બેઠક પર કોંગ્રેસના જશુભાઈ પટેલ 2 હજારથી વધુ મત આગળ ચાલી રહ્યાં છે. સાતમાં રાઉન્ડમાં રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર 7 હજારથી વધુ મતે પાછળ ચાલી રહ્યાં છે. આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિત 42 ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. 6 બેઠક ઉપર સરેરાશ 53.67 ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદના અમરાઇવાડીમાં માત્ર 34.69 ટકા જ્યારે ખેરાલુમાં 46.19 ટકા મતદાન થયું હતું. થરાદમાં 68.93 ટકા, રાધનપુરમાં 62.91 ટકા, બાયડમાં 61.05 ટકા અને લુણાવાડામાં 51.24 ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીમાં સરેરાશ 56.76 ટકા પુરુષ તેમજ 50.03 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખેરાલુમાં ચાર ઉમેદવારો પૈકી ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે રસાકસી છે. જોકે, ઓછું મતદાન બંને પક્ષને અકળાવી રહ્યું છે. બાસણા મરચન્ટ કોલેજમાં સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ કરાશે. સૌપ્રથમ ઇલેકટ્રોનીક ટ્રાન્સફર બેલેટપત્રો, ટપાલ મતોની ટેબલ પર ગણતરી શરૂ થશે અને 8.30 વાગ્યાથી ઇવીએમના મતોની ગણતરી હાથ ધરાશે. 14 ટેબલ ઉપર 19 રાઉન્ડના અંતે મત ગણતરી પૂરી થશે. 
 
 
 
 

વધુ જુઓ..

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો

ગુલાબજાંબુને નરમ અને રસદાર બનાવવા માટે ચાસણીમાં ઉમેરો આ એક વસ્તુ, જાણો સરળ રીત

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ
Show comments