Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

Updated: શનિવાર, 30 મે 2026 (09:12 IST)
રાજ્યમાં પડી રહેલી અસહ્ય ગરમીની વચ્ચે હવે હવામાન બદલાવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી કેટલાક દિવસો દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.
 

સવારના સમયે વાદળછાયું વાતાવરણ અને ભેજ

 
દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ગરમીનું જોર ઘટતાં તેની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સવારે વાદળછાયું વાતાવરણ રહે છે, જોકે બપોરે ગરમ પવનો ફૂંકાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે હવે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પૂરેપૂરી શક્યતા છે.
 

30 મે નાં રોજ  ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા

 
આજથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તથા પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા ઝાપટાં પડી શકે છે.
 

31 મેના રોજ વાવાઝોડા સાથે વરસાદની આગાહી

 
31 મેના દિવસે ઉત્તર ગુજરાતમાં વરસાદની સ્થિતિ વધુ મજબૂત બનશે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હવામાન બદલાશે. આ સમયગાળા દરમિયાન ભારે પવન (૪૦ થી ૫૦ કિમી/કલાકની ઝડપે) ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
 

1 જૂનના રોજ અમદાવાદ-ગાંધીનગર સહિત વ્યાપક વરસાદની સંભાવના

 
1 જૂનના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વ્યાપક વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. હવામાન નિષ્ણાતોએ વરસાદ અને તેજ પવનને જોતાં લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે
 
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

RAMAYANA TRAILER - રણવીર-સાંઈ અને યશ જ નહી, 'રામાયણ' ટ્રેલરમાં રાજા દશરથથી લઈને શૂર્પણખા સુધી દરેક પાત્રએ છોડી છે ઊંડી છાપ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - 3 પ્રિય શબ્દો કયા છે?

ગુજરાતી જોક્સ - શનિવાર કે

અભિનેત્રી કરિશ્મા તન્નાએ 42 વર્ષની ઉંમરે ગુરુ પૂર્ણિમાના દિવસે પુત્રને જન્મ આપ્યો.

આગળનો લેખ
Show comments