રાજ્યમા ગઈકાલથી વરસાદ સક્રિય થયો છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં આણંદ અને સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ છેલ્લા 24 કલાકમાં સારો એવો વરસાદ પડ્યો છે. આજે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. અસારવા વિસ્તારમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. સિવિલ હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
એકંદરે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ ભેજના કારણે ઉકળાટ વધ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત આ સપ્તાહથી થઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને લઇને આજે વહેલી સવારથી ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઇને અનેક નદીઓ ગાંડીતૂર થઇ છે. જ્યારે ઘણી જગ્યાએ ગામોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે.
પાલિતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડી ગયું છે. ગઈ રાતથી અત્યાર સુધીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.
તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા, ધારી-ગીર પંથક, રાજુલામાં ધીમી ધારે વરસાદ પડ્યો છે અને બજારોમાંથી પાણી વહી ગયા છે.
ડભોઈમાં ગઈકાલે માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે.
અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે 16 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ થવાની શક્યતા છે. 16 જૂને કચ્છમાં પણ ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.
17 જૂન, મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
આ સાથે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે.
17 જૂને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની આગાહી છે.
18 જૂન માટે પણ આવી જ આગાહી છે.
19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે.
સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.