Webdunia - Bharat's app for daily news and videos

Install App

દોઢ વર્ષની દફનાવેલી માસૂમ બાળકીની લાશને ચીરીને ભૂવાએ તાંત્રિક વિધી કરી

શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:50 IST)
પંચમહાલ જિલ્લાના સરસવા ગામે સ્મશાનમાં દોઢ વર્ષની દફનાવેલી માસૂમ બાળકી પર તાંત્રીક વિધી કરવા માટે ભૂવાએ તેની લાશ ચીરીને ટૂકડા કરી દીધા હોવાનો કિસ્સો બન્યો હતો. ભૂવાના આ કરતૂતોની મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓએ આ મામલે પોલીસ મથકમાં ફરીયાદ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને ભૂવાની શોધખોળ શરૂ કરી. સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રણછોડ રાઠવાના પરિવારજનોને જાણ થતાં તેઓએ સ્મશાનમાં પહોંચીને તપાસ કરતાં અમરસીંગ ફતાભાઇ રાઠવા નામના ભૂવા દ્વારા આ તાંત્રીક વિધી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી જેથી તેઓએ આ ઘટના અંગેની રાજગઢ પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરીને આ ભૂવાની સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. પોલીસે અમરસીંગ રાઠવાની સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી હતી..રણછોડ રાઠવાએ  જણાવ્યુ હતુ કે, અમરસીગ રાઠવા નામના આ ભૂવાએ ભૂતકાળમાં આ પ્રકારના અનેક કરતૂતો કરેલા છે. તેની સામે અમારા સમાજમાં કોઇ બોલી શકતુ નથી. અમને જ્યારે સ્મશાનની આસપાસના ખેડૂતોએ ટેલીફોન કરીને જાણ કરી અમે પણ ચોંકી ગયા હતા. સ્થળ પર જઇને ચકાસણી કર્યા બાદ અમે આ અંગેની પોલીસને ફરીયાદ કરી હતી

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

Gujarati jokes husband wife- હંસવાનો ચાલુ રાખો બેસ્ટ જોક્સ

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

Mouni Roy Suraj Nambiar Divorce - મૌની રોય-સૂરજ નાંબિયારના ડાયવોર્સ પર ટ્રોલ થઈ દિશા પાટની, લાગ્યો ઘર તોડાવવાનો આરોપ

Jokes તમને કેટલી પત્નીઓ છે?

આગળનો લેખ
Show comments