Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આજના આધુનિક ગુરુઓ જ વિદ્યાર્થીઓની ચોરી કરતાં શીખવે છે, વાંચી લો ક્લિક કરીને તાજુ ઉદાહરણ

Updated: શનિવાર, 7 એપ્રિલ 2018 (14:40 IST)
શિક્ષણની ગુણવત્તા સુધરે તેવા આશયથી સરકાર દ્વારા દર વર્ષે ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ૫રંતુ આ ગુણોત્સવમાં કાગળ ઉ૫રની ગુણવત્તા જાળવી રાખવા કેટલાક શિક્ષકોએ બાળકોને ચોરી કરતા શિખવીને ગુરૂનું ૫વિત્રસ્થાન લજવ્યુ હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. ગુણોત્સવમાં શ્રેષ્ઠ પરિણામ લાવનારી અને ભૌતિક સુવિધાઓ ધરાવતી શાળાઓને A+ અને A ગ્રેડ જ્યારે નબળું પરિણામ લાવનારી શાળાઓને D કે C જેવા નીચા ગ્રેડ આપવામાં આવે છે. એટલું જ નહી આવો નીચો ગ્રેડ લાવનારા જવાબદાર શિક્ષકો-આચાર્યોની સર્વિસ બુકમાં નકારાત્મક નોંધ કરવાનો પરિપત્ર પણ થયેલો છે. જેને લઇને ચિંતામાં મુકાયેલા અનેક શિક્ષકોએ ગુણોત્સવનાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને બ્લેક બોર્ડ પર જવાબો લખાવી દીધા હતા.

જે શાળાઓમાં મંત્રીઓ કે IAS-IPS અથવા તો ક્લાસ-વન અધિકારીઓ નથી ગયા તેવી હજારો શાળાઓમાં શિક્ષકોએ માસૂમ વિદ્યાર્થીઓને ચોરી કરવાનું શિખવાડયું હતું. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અવારનવાર ચોરી કરતા હોય છે, જ્યારે ગુણોત્સવમાં ખુદ શિક્ષકોએ પોતાને સજામાંથી બચાવવા વિદ્યાર્થીઓને જવાબો લખાવી દીધા છે. જે શાળાઓમાં મહાનુભાવો જઇને વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે તેને બાહ્ય મૂલ્યાંકન કહેવાય છે. પરંતુ જે શાળામાં તેઓ જતા નથી ત્યાં શિક્ષકો દ્વારા પરીક્ષા લેવામાં આવે છે તેને સ્વ મૂલ્યાંકન કહે છે. છેલ્લા વર્ષોનાં ગુણોત્સવનાં પરિણામોમાં એ-વન કે એ ગ્રેડની શાળાઓની વધુ સંખ્યા બાહ્ય મૂલ્યાંકન કરતાં સ્વમૂલ્યાંકનમાં વધારે આવી હતી. ગત વર્ષે જે શાળાને એ ગ્રેડ આવ્યો હતો એવી શાળાના ધો.૬નાં વિદ્યાર્થીઓ સરખી રીતે વાંચી શકતા નથી. જેને લઇને ઉચ્ચ અધિકારીઓ પણ આજે અચંબામાં પડી ગયા હતા.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

HBD Big B - અમિતાભ બચ્ચને બાળપણમાં સાઈકલ ચલાવવી હતી ખૂબ પસંદ, જીદ કરતા પડ્યો હતો માર

સિદ્ધિ માતાનું મંદિર

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

આગળનો લેખ
Show comments