સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 એપ્રિલ 2018 (10:21 IST)

CWG 2018: સતીષે અપાવ્યો ત્રીજો સુવર્ણ પદક, 84 વર્ષમાં વેટલિફ્ટિંગમાં 40 ગોલ્ડ જીતી ચુક્યુ છે ભારત

રાષ્ટ્રમંડળ રમતના ત્રીજા દિવસે શનિવારે (સાત એપ્રિલ)ના રોજ  ભારતને ફરી ખુશખબર મળી. જ્યારે ભારોત્તોલક ખેલાડી સતીશ કુમાર શિવલિંગમે 21મા રાષ્ટ્રમંડળ રમતમાં દેશ માટે એક વધુ સુવર્ણ પદક જીત્યો.  સતીષે ભારતને આ પદક પુરૂષોના 77 કિલોગ્રામ ભારવર્ગમાં અપાવ્યો. 
 
તેમણે મેચમાં 144નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો તો બીજી બાજુ ક્લીન એંડ જર્કમાં 173નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો.  કુલ મળીને તેમનો સ્કોર 317 રહ્યો. ખાસ વાત એ રહી કે તેમને ક્લીન એંડ જર્કમાં ત્રીજા પ્રયાસની જરૂર પડી નહી. બીજી બાજુ આ મુકાબલામાં ઈગ્લેંડના જૈક ઓલિવરને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો.  તેમણે કુલ 312 અંક મેળવ્યા. ઓસ્ટ્રેલિયાના ફ્રાંકોઈસ ઈટુઉંડીએ 305ના કુલ સ્કોર સાથે કાંસ્ય પદક મેળવ્યો. 
 
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે અને કુલ પાંચમો પદક છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધી બધા મેડલ વેટલિફ્ટિંગમાંથી આવ્યા છે.