સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (10:15 IST)

CWG 2018 Day 2: વેટલિફ્ટિંગમાં સંજીતા ચાનૂએ અપાવ્યો ભારતને બીજો ગોલ્ડ મેડલ

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલ 21માં કોમનવેલ્થ રમતના પ્રથમ દિવસે ભારતીય એથલીટોનુ પ્રદર્શન સારુ રહ્યુ. ભારતને વેટલિફ્ટિંગમાં બે મેડળ મળ્યા.  બીજા દિવસે ભારતના અનેક મોટા એથલીટ હાથ અજમાવશે. તેમની પાસેથી પણ મેડલની આશા રહેશે. 6 એપ્રિલના રોજ ભારતના કયા ક્યા સ્ટાર ખેલાડી મેદાન પર ઉતરશે. 
 
ભારતની સ્ટાર વેટલિફ્ટર સંજીતા ચાનૂએ 53 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વેટલિફ્ટિંગ ઈવેંટમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. પહેલા દિવસે ભારતની જ મીરાબાઈ ચાનૂએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારત હવે મેડલ ટૈલીમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે.  ભારતના હવે બે ગોલ્ડ અને એક સિલ્વર છે. ત્રણેય મેડલ વેટલિફ્ટિંગમાં મેળવ્યુ છે. 
 
ભારતીય જિમ્નાસ્ટ રાકેશ પાત્રા રિંગ સ્પર્ધાના ફાઈનલમાં 
 
રાકેશ પાત્રાએ કૉમનવેલ્થ રમતની પુરૂષ કલાત્મક જિમ્નાસ્ટ કે‘રિંગ્સ એપરેટ્સ‘ ના ફાઈનલમાં સ્થાન બનાવ્યુ. પાત્રાએ ફક્ત રિંગ્સ અને પૈરલલ બાર્સમાં ભાગ લીધો અને તેમણે ક્રમશ 13.950 અને 13.350 અંક બનાવ્યા.  પાત્રાને પાંચમા સ્થાન પર રહીને ફાઈનલમાં પ્રવેશ મળ્યો. ફાઈનલ રવિવારે થશે. ટીમ સ્પર્ધામાં ભારતીય પુરૂષ જિમ્નાસ્ટિક ટીમ નવમા અને અંતિમ સ્થાન પર રહી. ભારતે કુલ 174 અંક બનાવ્યા જે બધી ટીમોમાં સૌથી ઓછા હતા. ભારતીય ટીમમાં આશીષ કુમાર, પાત્રા અને યોગેશ્વર સિંહ સામેલ હતા. 
 
અંતિમ 8માં બોક્સર નમન તંવર 
 
બોક્સિંગના એક મહત્વના મુકાબલામાં ભારતના 19 વર્ષના નમન તંવરે એક તરફી હરીફાઈમાં તંજાનિયાના મુક્કેબાજ હારૂન મહાંદોને 5-0થી હાર આપી. નમનને આ મુકાબલો જીતવામાં વધુ પરેશાની ન થઈ. તેમણે સંયમ સાથે પોતાના વિપક્ષીની ભૂલની રાહ જોઈ અને તેના પર પલટવાર કરવાની તક ગુમાવી નહી.