સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 3 માર્ચ 2018 (15:57 IST)

નવજોત કૌરે જીત્યુ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ સાક્ષીને મળ્યુ બ્રૉન્જ

કિર્ગિસ્તાનના વિશ્વકેકમાં થઈ રહેલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં પંજાબી છોકરી નવજોત કૌર છવાય ગઈ. નવજોતે 65 કિલોંગ્રામ ફ્રી સ્ટાઈલ કેટગરીમાં ગોલ્ડ મેડલ જીત્યુ છે. મોટી વાત તો એ છે કે નવજોતે જે પ્રતિયોગીને ફાઈનલમાં હરાવી તેનાથી એ પ્રતિયોગિતાની પ્રથમ મેચ હારી હતી.  ઈંડિયા માટે ગોલ્ડની આશા રાખનારી પહલવાન સાક્ષી મલિક 62 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ જ જીતી શકી. 
 
આ સાથે જ ઈંડિયાના મેડલ ટૈલીમાં એક ગોલ્ડ 1 સિલ્વર અને ચાર બ્રોંઝ આવી ચુક્યા છે.  નવજોત કૌર એવી પહેલી ભારતીય મહિલા થઈ ગઈ છે જેણે સીનિયર એશિયા રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત મેળવી છે.