Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

મોરબીમાં SOGનો મોટો સપાટો: નવલખી રોડ પરથી લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મકાન માલિક ઝબ્બે

Updated: સોમવાર, 20 જુલાઈ 2026 (15:19 IST)
Morbi Drugs Case
મોરબીના નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે એક સફળ દરોડો પાડીને 29.24  ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. SOGની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે અહીં રહેતા મયુરભાઈ ગોગરાના મકાનમાં નશીલા પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો અને ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી લીધી હતી.
ALSO READ: Samsung Layoff: સેમસંગે તેના કર્મચારીઓને મોટો ફટકો આપ્યો છે! સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીએ આ કડક નિર્ણય કેમ લીધો તે જાણો.

 લાખોનો મુદ્દામાલ અને રોકડ રકમ જપ્ત

આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 29.24  ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની બજાર કિંમત આશરે રૂ. 87,720  આંકવામાં આવી છે. ડ્રગ્સના આ જથ્થા ઉપરાંત, પોલીસ ટીમે ત્યાંથી રૂ.11,550 ની રોકડ રકમ, રૂ.10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન અને ડ્રગ્સ જોખવા માટે વપરાતો ઇલેક્ટ્રોનિક વજન કાંટો પણ જપ્ત કર્યો છે. આમ, પોલીસે કુલ રૂ. 1,09,770 નો મુદ્દામાલ પોતાના હસ્તક લીધો છે.
 

આરોપીની ધરપકડ અને આગળની કાયદેસરની કાર્યવાહી

આ ગુનામાં પોલીસે આરોપી મયુરભાઈ બાબુભાઈ ગોગરાની ધરપકડ કરી છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. SOG પીઆઈ આર.સી. ગોહિલની સૂચના હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે જેથી એ જાણી શકાય કે ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો.

ALSO READ: સોનમ વાંગચુકે હોસ્પિટલને લખ્યું- ‘મને રજા આપો, સંસદ કૂચમાં જવુ છે’; 28 જુલાઈથી ભૂખ હડતાળનો એલાન

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

Jubin Nautiyal ના ઘરમાં ગૂંજી કિલકારી, પત્નીએ આપ્યો પુત્રને જન્મ, ફેંસને આ રીતે આપ્યા ગુડ ન્યુઝ

દ્રશ્યમ 3 ની એડવાંસ બુકિંગએ મચાવી ધૂમ, રીલિઝ પહેલા જ વેચાય ગયા 4 લાખ ટિકિટ, થશે રેકોર્ડતોડ ઓપનિંગ

ગુજરાતી જોક્સ - ગાયત્રી મંત્ર

આગળનો લેખ
Show comments