Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડીગ્રી વડાપ્રધાનને મોકલીને વિરોધ, બેરોજગાર યુવકનો નવતર પ્રયોગ

ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (12:07 IST)
ધોરાજીનાં યુવાને પોતાની એમએસડબલ્યુની ડિસ્ટીંકશન સાથેની ડિગ્રી આજે ડેપ્યુટી કલેક્ટર મારફત વડાપ્રધાનને મોકલી આપીને નવતર રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ધોરાજીમાં જમનાવડ રોડ ઉપર માધવનગરમાં રહેતો સંકેત મકવાણા નામનો યુવાન આજે બપોરે ડેપ્યુટી કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો અને સરકારની ભ્રષ્ટ નીતિ અને બેરોજગારીની વ્યથા ઠાલવતું આવેદનત્ર આપવા સાથે પોતાની એમએસડબલ્યુની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપવા કહ્યું હતું.
આવેદનપત્રમાં યુવાને આક્રોશ વ્યક્ત કર્યો છે કે, લોકરક્ષકની પરીક્ષાનું આયોજન થયું પણ ઉમેદવારો પરીક્ષામાં બેસે એ પહેલા આન્સર કી ફરતી થઈ ગઈ હતી અને પેપર રદ થવાના કારણે ૧૦ લાખ યુવાનો માનસિક હતાશ થઈ ગયા છે. દરેક ભરતી પ્રક્રિયામાં ક્યાંકને ક્યાંક ગેરરીતિના કિસ્સા જોવા મળે છે. જેથી ભરતી પ્રક્રિયા પારદર્શક બનાવવી જોઈએ.
વધુમાં જણાવ્યું છે કે, 'અભ્યાસ કર્યા પછી સરકારી નોકરીના સપના ઉપર પાણી ફરી વળે છે. સ્ટાર્ટઅપ યોજના હેઠળ ખુદ વડાપ્રધાન મોદીએ બે કરોડ યુવાનોને રોજગારી આપવાના સપના દેખાડયા હતા, પણ નોકરી તો આપી નહીં અને ઉલ્ટાનું હવે પેપર દેવાલાયક પણ રાખ્યા નહીં. આજે ૨૦૦૦ તલાટીની ભરતીમાં ૧૦ લાખ ફોર્મ ભરાય છે તો એમાં ક્યાંય રોજગારી દેખાતી નથી.
ગુજરાત સરકારની આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં પણ મામુલી વેતન આપીને યુવાનોનું શોષણ થાય છે. આના કરતા ખેતમજુર બનવું સારૂ. એટલા માટે મારી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પરત મોકલું છું' એવી હૈયાવરાળ ઠાલવીને યુવાને રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીને પણ આવેદનપત્રની નકલ મોકલતા ભારે ચકચાર જાગી છે.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments