મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 ડિસેમ્બર 2018 (12:52 IST)

સરકારી ગુલબાંગો વચ્ચે બેરોજગારીનું વરવું ચિત્ર! 1400 ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે 3 કિલોમીટર લાંબી લાઈન

ગુજરાતમાં બેરોજગારી કેટલી છે તેનું મોટું ઉદાહરણ અમદાવાદના મીઠાખળી પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યું હતું. અમદાવાદ મીઠાખળીના ટ્રાફિક પોલિસ સ્ટેશનની બહાર સવારથી લાંબી લાઇન લાગેલી છે. જેનું કારણ આજે આ પોલીસ સ્ટેશનમાંથી મળનાર ટીઆરપીનું ફોર્મ છે, જેના માટે યુવાનોની ભરતી કરવામાં આવનાર છે. 
ટ્રાફિક બ્રિગેડમાં જોડાવા માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારો વહેલી સવારથી કતારમાં ઉભેલા જોવા મળ્યા. ભીડને કારણે પોલીસે વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરંતુ અહી ફોર્મ ભરવા માાટે યુવાનોની લાંબી લાઈન લાગી ગઈ છે. આ લાઈન લગભગ 2 કિલોમીટર સુધી લાંબી લાઈન જોવા મળી હતી. ટ્રાફિક વિભાગની આ ભરતી માટે વહેલી સવારે જ ફોર્મ લેવા યુવાનો પહોંચી ગયા હતા. સવારે 5 વાગ્યાથી પણ યુવાનો આવ્યા હોવાનું કહેવાય છે. મીઠાખળી પોલીસ સ્ટેશનથી સીજી રોડ સુધીના આખા પટ્ટા પર યુવાનો ફોર્મ લેવા માટે ઉભા જોવા મળ્યા હતા. તો બીજી તરફ, સવારે 10 વાગ્યે ફોર્મ લેવાનું હતું, પરંતુ સમયસર ફોર્મ ન મળતા કેટલાક યુવાનોએ બળાપો પણ ઠાલવ્યો હતો. તો બીજી તરફ, ક્યાંક યુવાો અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરી હોવાનું જાણવા મળ્યું છે. 
અમદાવાદ શહેર મા ટ્રાફિક બ્રિગેડમાં જોડાવાના ફોર્મ ભરવા લાગેલી લાંબી લાઇન માટે એક યુવકે કહ્યું હતું કે, અમે સવારના 6 વાગ્યાથી ઉભા રહેલા હોવા છતાં ફોર્મ મળ્યું નથી. સરકારે યુવાનોને રોજગારી મળી રહે તેવું કંઈક કરવું જોઈએ. ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટેના ફોર્મ લેવા લાગેલી લાંબી લાઈન અંગે પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું કે, સરકાર રોજગારી અપાવવા માટે કંઈજ કરી નથી રહી. સવારે 6 વાગ્યાથી યુવાનો ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા છે. 38 લાખ ફોર્મ ભરાતા હોય તો સમજો કે યુવાનો માનસિક રીતે કેટલા હારી ગયા હતા. ઉપરથી તલાટીની પરીક્ષાનું કોઈ પરિણામ આવ્યું છે. સાચા ગુનેગારો પકડાતા નથી. કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ હાલમાં જ કૌભાંડ સામે આવ્યું છે. સરકાર એક પેપર પણ સાચવી શકતા નથી. ગુજરાતને 30 વર્ષ પાછા લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે.