સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 ડિસેમ્બર 2018 (12:49 IST)

જાણી લો ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ ક્યારથી થશે

આગામી માર્ચની ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓને લઈને આજે ગુજરાત શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી જેમાં બોર્ડ પરીક્ષાઓનું ટાઈમટેબલ નક્કી કરવામા આવ્યુ છે.જે મુજબ ૭મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે.જો કે હજુ સુધી બોર્ડ દ્વારા વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો નથી.
દર વર્ષે ધો.૧૦ અને ૧૨ સાયન્સ તથા ધૅો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માર્ચમા લેવાય છે ત્યારે આગામી માર્ચ ૨૦૧૯ની પરીક્ષાઓની તારીખો અને વિગતવાર ટાઈમટેબલ નક્કી કરી દેવાયુ છે.એક બે દિવસમાં શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઈટ પર ટાઈમટેબલ મુકી દેવાશે.જાણવા મળતી  માહિતી મુજબ ૭મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થશે.જેમાં ૭મી માર્ચે પ્રથમ દિવસે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પેપરો હશે અને લગભગ ૨૦મી સુધીમાં મોટા ભાગના મહત્વના વિષયો સાથેની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે.
બોર્ડ દ્વારા આ વર્ષે પણ પેપરો વચ્ચે એક એક દિવસની રજા ગોઠવવામા આવી છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચ દિવસ જેટલી પરીક્ષાઓ વહેલી શરૃ થનાર છે.ગત વર્ષે ૧૨મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થઈ હતી.હાલ ધો.૧૦,ધો.૧૨ સામાન્ય પ્રવાહઅ ને ધો.૧૨ વિ.પ્ર.ના બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં ધો.૧૦માં ૧૦.૫૦ લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૧.૩૦ લાખથી વધુ અને ધો.૧૨ સા.પ્રવાહમાં ૪ લાખથી વધુ ફોર્મ ભરાઈ ચુક્યા છે.આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતા વધશે.