સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (12:25 IST)

દિવાળી બાદ એમ્બ્રોઈડરી ઉદ્યોગના અડધા યુનિટ બંધ થતાં સ્થિતિ વઘુ વિકટ બની

કાપડબજારમાં હજુ કામકાજો પહેલાની જેમ રાબેતા મુજબ થયા નહીં હોવાને કારણે એમ્બ્રોઇડરી અને સ્ટિચિંગના એકમો માટે સ્થિતિ હજુ ખરાબ છે. દિવાળી પહેલા જે સ્થિતિ હતી તેના જેવી સ્થિતિ અત્યારે છે. એમ્બ્રોઇડરીના એકમો એક પાળીમાં ચાલી રહ્યા છે, જ્યારે સ્ટિચિંંગના એકમો પાસે રો-મટીરાયલ માંડ ત્રીસેક ટકા જેટલું જ છે. એમ્બ્રોઇડરી એકમોને કારીગરીની સમસ્યા નથી. પણ, ટેક્સટાઇલ ઉદ્યોગના અન્ય સેગમેન્ટમાં કારીગરોની સમસ્યા છે.
જીએસટી પછી રોકડના કામકાજમાં ખૂબ જ ઘટાડવા આવી ગયો હોવાને કારણે દિવાળી પછી પણ કાપડબજારમાં કામકાજોમાં ગતિ નથી. ટેક્સટાઇલ ઉદ્યોગની એક આખી શૃંખલાને અસર પડી છે, બહારગામ ખરીદીઓ સીમિત થઈ ગઈ છે, તેને કારણે વેપારીઓનાં કામકાજમાં પણ ઘટાડો આવી ગયો છે,આથી એમ્બ્રોઇડરી એકમો પાસે પણ કામકાજ ઓછું થયું છે અને પરિણામે એમ્બ્રોઇડરીના યુનિટો અત્યારે એક પાળીમાં ચાલી રહ્યા છે એમ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
એમ્બ્રોઇડરી એસોસિએશનના શ્રવણકુમારે વાતચીતમાં જણાવ્યું કે, વેપારીઓ તરફથી અત્યારે થોડો થોડો માલ મળી રહ્યો છે, ગયા મહિનો તો આંખો એમનેમ જ નીકળી ગયો, અત્યારે થોડું કામકાજ છે. કિન્તુ જોઈએ એટલો માલ મળતો નથી કાપડ બજારમાં પણ બહારગામના વેપારીઓની ખરીદી ઓછી હોવાને કારણે જોબવર્કના કામકાજ ઉપર અસર અત્યારે છે. સાતમીએ અન્ય રાજ્યોમાંની વિધાનસભાની ચુંટણી પત્યા પછી કામકાજમાં વઘારો આપવાની અપેક્ષાઓ છે. અત્યારે બહારગામના વેપારીઓ આવતા નથી, તેથી ખરીદી અટકી છે.
શહેરમાંના એમ્બ્રોઇડરી એકમો અત્યારે અડધા બંધ,અડધા ચાલુ જેવી સ્થિતિમાં છે. કામકાજ ખૂબ જ ઓછું છે. દિવાળી પછી જે રીતે કામકાજમાં ગતિ આવી જોઈએ તે હજુ આવી નથી. ચૂંટણીનું પરિબળ પણ આડકતરી રીતે અસર કરી રહ્યું છે. હવે પછીના દિવસોમાં કાપડ બજાર ચાલશે એવી વાતો બધા કરી રહ્યા છે.