Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

Updated: મંગળવાર, 30 જૂન 2020 (12:50 IST)
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠા, દાહોદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે દમણ,દાદરા નગર હવેલી,અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગોંડલમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 2 ઈંચ, આહવામાં 2 ઈંચ, કુકરમુંડામાં દોઢ ઈંચ, માણાવદરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં વાપીમાં 1 ઈંચ, રાણપુરમાં 1 ઈંચ, સુબિરમાં 1 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કેસોદમાં પોણો ઈંચ, ચોર્યાસીમાં પોણો ઈંચ, વંથલીમાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, જામકંડોરણામાં અડધો ઈંચ, તલાલામાં અડધો ઈંચ, નવસારીમાં અડધો ઈંચ, લોધિકામાં અડધો ઈંચ, ઉમરગામમાં અડધો ઈંચ, જેતપુરમાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ અને નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ડર નથી લાગતો

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

જ્યારે વિજય આનંદે સગી ભાણેજ સાથે કર્યા લગ્ન, ભાઈની કરતૂત પર ભડકી ગયા દેવ આનંદ, બોલ્યા - બધુ ઓશોની દેન

20 વર્ષની વયમાં અસ્ત થયો ચમકતો સ્ટાર, આ ફેમસ અભિનેતાનુ થયુ નિધન

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

આગળનો લેખ
Show comments