1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Rain in Gujarat

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે અસર

Rain in Ahmadabad
આગામી આજે અને આવતીકાલે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પ્રબળ શક્યતા, આગામી 5 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી
 
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ મેઘ મહેર રહશે. રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ રાજ્યના બે પ્રાંતમાં વધારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવો વરસાદ પડશે અને ભારે પવન ફૂંકાશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ વરસશે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ચોમાસાનું આગમન નથી. ગત સપ્તાહે મહારાષ્ટ્રમાં ત્રાટકેલા વાવાઝોડા નિસર્ગના કારણે અરબી સમુદ્રમાં ડિપ્રેશ સર્જાયું હતું અને તેના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો હતો. .
 
ये भी पढ़ें
ભારતના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ બન્યું, જાણો કેટલા પહોંચ્યા