Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતમાં વરસાદ થવાની હવામાન ખાતાની આગાહી

ગુરુવાર, 20 જૂન 2019 (16:17 IST)
ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23થી 24 જૂને સત્તાવાર રીતે રાજ્યમાં વરસાદનું આગમન થઇ જશે. મહત્વનું છે કે વાયુ વાવાઝોડાની અસરને પગલે પહેલા દહેશત હતી કે વરસાદ થોડો પાછળ જઇ શકે છે. વાયુ વાવાઝોડું જ્યારથી સક્રિય બન્યું હતું ત્યારથી જ હવામાન વિભાગ સાથે સૌને ચિંતા હતી કે આ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ પાછો જઇ શકે છે. પરંતુ વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાવવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઇ ગયું છે જેને કારણે વરસાદની સિસ્ટમ ખોરવાઇ નથી. જેને કારણે રાજ્યમાં વરસાદ યોગ્ય સમયે જ એટલે 23થી 24 જૂનનાં જ બેસી જવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.24 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની સાથે હળવો વરસાદ થઇ શકે છે. નોંધનીય છે કે કેરળમાં 8 જૂનનાં રોજ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયા પછી તેની ગતિ ધીમી પડી ગઇ હતી પણ હવે આ ચોમાસું આગળ વધ્યું છે અને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. બીજી તરફ, કોલકાતામાં પણ ચોમાસું બેસી ગયું છે અને વરસાદની શરૂઆત થઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. તે ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં 20 મી.મી., બનાસકાંઠા જિલ્લના દાંતા તાલુકામાં 16 મી.મી., લાખણી તાલુકામાં 13 મી.મી., મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં 20 મી.મી., સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં 27 મી.મી., પોશીના તાલુકામાં 23 મી.મી., વડાલી તાલુકામાં 15 અને વિજયનગર તાલુકામાં 17 મી.મી. વરસાદ વરસ્યો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજયમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments