બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જૂન 2019 (10:41 IST)

વાયુ વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ - કચ્છ અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એક અઠવાડિયાથી મંડરાય રહેલ વાવાઝોડાનુ સંકટ ભલે ટળી ગયુ છે પણ હવે ચક્રવાત સમુદ્રમાં જ ડીપ ડિપ્રેશનમાં બદલાઈને કચ્છ સમુદ્ર તટ સાથે ટકરાઈ શકે છે. કચ્છ તરફ આવી રહેલ ‘વાયુ’ વાવાઝોડું હવાના ઊંડા દબાણમાં ફેરવાતાં સોમવારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હળવી બનતાં ઝરમરથી માંડી અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે હજુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે.
અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ. એસજી હાઈવે રાણીપ, વેજલપુર, સેટેલાઈટ, શ્યામલમાં ધોધમાર વરસાદ.  અમદાવાદમાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું. અમદાવાદના એસ.જી હાઇવે, જજીસ બંગ્લો, બોડકદેવ, શાહીબાગ, શેલા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.  વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
 
.મંગળવારે સાબરકાંઠા,અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ ચોમાસુ શરૂ થયુ નથી પરંતુ વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડી શકે તેમ હોય બંને જિલ્લાનુ તંત્ર સાબદુ થયુ છે. તંત્ર દ્વારા તમામ તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.
 
મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે સાથે નીચાણવાળઆ વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા પણ જોવા મળી હતી. સાથે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. અમરેલી શહેરમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડાસા,ભિલોડા,મેઘરજ સહિતના વિસ્તારોમાં છાંટા પડયા હતા. જ્યારે ચાર વાગ્યાના અરસામાં ઈડર પંથકમાં વરસાદ તૂટી પડયો હતો. જ્યારે માલપુર પંથકમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાતાં અમુક સમય માટે ધુળિયુ વાતાવરણ થયુ હતુ.
 
આ ઉપરાંત કચ્છ જિલ્લાની વાત કરીએ તો જ્યાં સૌથી વધારે વાયુનો ભય રહ્યો હતો. જોકે, મોડી રાતથી વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. નલિયાને ટકાઇને વાયુ પરિવર્તિ થયું હતું. આગામી સમયમાં તેની અસરો જોવા મળશે એવું હવામાન ખાતું જણાવી રહ્યું છે. ડિપ્રેશનના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
 
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઇએ તો જામનગરમાં 9 એમએમ, કાલાવડમાં 17 એમએમ, લાલપુરમાં 3 એમએમ અને જોડિયામાં 5 એમએમ વરસાદ નોંધાયો છે.
 
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો છે. આખી રાત વરસાદી માહોલ વચ્ચે સવારથે કેટલાક વિસ્તારોમાં મેઘો મડાયો હતો. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અંબાજી પંથકમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
 
આ ઉપરાંત કચ્છ જિલ્લાની વાત કરીએ તો જ્યાં સૌથી વધારે વાયુનો ભય રહ્યો હતો. જોકે, મોડી રાતથી વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. નલિયાને ટકાઇને વાયુ પરિવર્તિ થયું હતું. આગામી સમયમાં તેની અસરો જોવા મળશે એવું હવામાન ખાતું જણાવી રહ્યું છે. ડિપ્રેશનના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.