Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ ૧૨ નું પરિણામ આવતા અઠવાડિયે, સ્કુલ દ્વારા ઓનલાઈન પરિણામ જોઈ શકાશે

મંગળવાર, 13 જુલાઈ 2021 (15:43 IST)
ધોરણ ૧૦ અને ૧૨માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ધોરણ ૧૦નું પરિણામ તો શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે જયારે ધોરણ ૧૨ના પરિણામની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે આવતા અઠવાડિયે ધોરણ ૧૨નું પરિણામ જાહેર થશે. સ્કુલ દ્વારા ઓનલાઈન પરિણામ જોઈ શકાશે અને વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવશે.
 
ધોરણ ૧૦નું પરિણામ જાહેર થયા બાદ ધોરણ ૧૨ ના પરિણામની રાહ જોવાઈ રહી છે.ધોરણ ૧૦ ની જેમ જ ધોરણ ૧૨માં પણ અગાઉના વર્ષના પરિણામની ગણતરી કરીને ધોરણ ૧૨નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. ૫૦ ટકા ગુણ ધોરણ ૧૦ ના ૨૫ ટકા ગુણ ધોરણ ૧૧ના અને ૨૫ ટકા ગુણ ધોરણ ૧૨ની સામાયિક કસોટીના એ રીતે ધોરણ ૧૨નું પરિણામ સ્કુલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
 
સ્કુલ દ્વારા તૈયાર કરાયેલ પરિણામ બોર્ડની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે.
 
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર અમદાવાદની ૫૫૦ સ્કુલોએ ધોરણ ૧૨નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મુક્યું છે.બોર્ડ દ્વારા હાલમાં તમામ ચકાસણી ચાલી રહી છે.બોર્ડ દ્વારા ધોરણ ૧૨નું ફાઈનલ પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે.પરિણામ તૈયાર થયા બાદ આવતા અઠવાડિયામાં ધોરણ ૧૨નું પરિણામ પણ સતાવાર રીતે જાહેર કરવામાં આવશે,ધોરણ ૧૨માં સ્કુલ ઓનલાઈન પરિણામ જોઈ શકશે અને વિદ્યાર્થીઓને પ્રિન્ટ આપશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Anshula Kapoor Wedding Photos - કપૂરની લાડલી બની ગુજ્જુ પરિવારની વહુ

ગુજરાતી જોક્સ - નફા નુક્શાની

ગુજરાતી જોક્સ - દાળ જ ઢોળાઈ ગઈ!!

ગુજરાતી જોક્સ - ગરોળી

ગુજરાતી જોક્સ - ઈલેક્ટ્રીક વાયર

આગળનો લેખ
Show comments